વડોદરામાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી, સાવલીમાં ધોધમાર વરસાદથી વૃક્ષો ધરાશાયી
ગુજરાત માટે મોટા સામે આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાત માટે રાહતના સમાચાર આપ્યા હતા કે, વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે નહીં. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે. વડોદરામાં સભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
રવિ અગ્રવાલ, વડોદરા: ગુજરાત માટે મોટા સામે આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાત માટે રાહતના સમાચાર આપ્યા હતા કે, વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે નહીં. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે. વડોદરામાં સભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો:- વડોદરા : ભાજપનાં કાઉન્સિલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ગઈકાલે પૂર્વ કોર્પોરેટરનું થયું મોત
વડોદરામાં સંભવિત વાવાઝોડાની અસરને લઇ ભારે શહેર જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેના કારણે શહેરના માર્ગો પર અવર જવર કરી રહેલા ટુ વ્હિલર ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક પોલીસે ઉભા રહેવા માટે બનાવેલા બુથ ઉડીને રોડ પર પડેલા જોવા મળી રહ્યાં છે. વડોદરામાં અચનાક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:- આદિવાસીઓની જમીનો પર ફેન્સિંગ મુદ્દે કેવડિયા સજ્જડ બંધ, નિગમે કહ્યું કોઇના ઘર ખાલી નથી કરાવ્યા
તો બીજી તરફ વડોદરાના સાવલી સાથે ડેસર તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સાવલી તાલુકામાં પ્રથમ વરસાદમાં જ સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. મેવલીથી વસનપુરા સાવલી રોડ પર 10થી વધુ વૃક્ષા ધરાશાયી થયા છે. જેના કારણે સાવલીને જોડતો મુખ્ય માર્ગ હોવાથી કેટલાક વાહન ચાલકો અટવાયા હતા.
આ પણ વાંચો:- સરદાર પટેલ યુનિવર્સિટીની લેબોટરીમાં લાગી આગ, અંદાજે 5 થી 10 કરોડનું નુકસાન
જોકે સ્થાનિકો દ્વારા પડી ગયેલા વૃક્ષોને કોપી રસ્તો ખુલ્લો કરાયો હતો. હાલ આ વૃક્ષો ખસેડવાની કામગીરી વનભાગ કે સ્થાનિક તંત્ર સ્થળ પર રહોંચ્યું નથી. તો બીજી તરફ વહેલા વરસાદ શરૂ થવાથી ઉનાળાની ગરમીથી ત્રાસ્ત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો વરસાદને લઇને ખેડૂતોમાં ભારે નુકસાનની ભય જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube