હિતલ પારેખ, ગાંધીનગર : હાલમાં પરિવહન મંત્રી આર.સી. ફળદુએ ગુજરાતમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કરવાની  જાહેરાત કરી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનો કાયદો મરજીયાત કરી દીધો હતો. જોકે હવેથી રાજ્યમાં વાહનચાલકો માટે હેલ્મેટ ફરજીયાત થઇ જશે. આ અંગેની રાજ્યના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ નિવેદન આપ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. આ અંગે અમે કેન્દ્ર સરકારને રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે અંતિમ ગણાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોંક અને ઊંધિયાનો ચટાકો માણવા મુંબઈથી સુરત આવી રહેલી મહિલાઓને થયો જીવનભર ન ભુલાય એવો અનુભવ


કેન્દ્રના વાહનવ્યવહાર મંત્રાલયે રાજ્ય સરકારોને એવી ચેતવણી આપી હતી કે ટ્રાફિકના નવા કાયદામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ આપશો તો તમારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયેલા દંડમાં છૂટછાટ કે રાહત આપવાની છૂટ રાજ્યોને હોતી નથી. એજ રીતે કેન્દ્રે ઘડેલા કાયદામાં કોઇ પ્રકારની રાહત રાજ્યો આપી શકે નહીં. આવી છૂટછાટ લેનારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે.


નિખિલ સવાણીનો સળગતો આરોપ : મારા પર ચાકુ અને લાકડીથી હુમલો કરનાર ABVPના ગુંડાઓને પોલીસનો પુરો ટેકો


થોડા દિવસ પહેલા રાજ્યના શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કરવા પર સુપ્રીમ કોર્ટે બનાવેલી રોડ એન્ડ સેફ્ટી કાઉન્સિલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અમે કાયદાની મર્યાદામાં રહીને આ નિર્ણય લીધો છે. માર્ગ સલામતીના કાયદામાં રાહત આપવાનો તેમને અધિકાર છે. જો રાજ્યમાં આ કાયદાની જરૂરિયાત ઉભી થશે તો તેને ફરી ફરજીયાત લાગુ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....