અમદાવાદ: નવા મોટર વ્હિકલ એક્ટ બાદ ગુજરાતમાં હેલ્મેટના કાયદાને લઇને ખૂબ વિરોધ થઇ રહ્યો હતો. જેને લઇને રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. જેને લઇને હેલમેટ મરજિયાત કરવા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા નોટીસને આપવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના જવાબમાં સરકારે સોગંદનામું રજૂ કરીને ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે. રાજ્ય સરકાર હેલ્મેટ પહેરવાનો મરજિયાત કરતો કોઈ પરિપત્ર જાહેર કરાયો નથી. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો.



ગુજરાત સરકારે રોડ-સેફટીના અનુસંધાનને લઈ પગલાં લીધા છે. ટ્રાફિકના નવા નિયમો બાદ અકસ્માતમાં ગંભીર ઇજાની સંખ્યામાં ઘટાડાનો દાવો પણ કર્યો હતો. હેલ્મેટ પહેરવાનું વૈકલ્પિક કરવાની સરકારી જાહેરાત હાઇકોર્ટે રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત છે.