રાજકોટ :નવરાત્રિ (Navratri 2019) ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યભરમાં બિફોર નવરાત્રિનો માહોલ જામ્યો છે. અનેક ગ્રાઉન્ડ્સ પર બિફોર નવરાત્રિના આયોજનમાં ખેલૈયાઓમાં જોશ દેખાઈ રહ્યાં છે. ત્યારે ગોંડલ (Gondal) ની બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ (Traffic Awareness) જોવા મળી હતી. ગોંડલમાં ખૈલયાઓ હેલ્મેટ (Helmet) પહેરીને ગરબે રમ્યા હતા. ગોંડલ અને ગોંડલ તાલુકાના સમસ્ત વાળંદ સમાજના લોકો દ્વારા વેલકમ નવરાત્રિ યોજવામાં આવી હતી. નવા કાયદા (Motor Vehicle Act) જાગૃતતા લાવવા માટે અને લોકો સુધી ટ્રાફિકના મેસેજ પહોંચે તે હેતુથી હેલ્મેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા. 


જામનગર : ચકચારી બીટકોઈન કેસથી ચર્ચામાં આવેલ નિશા ગોંડલિયા પર મોડી રાત્રે હુમલો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આસો નવરાત્રિ એટલે માતાજીની આરાધના કરવાનું પર્વ. નવરાત્રિના પર્વને ધામધૂમથી ઉજવવા યુવા વર્ગ થનગની રહ્યો છે. ત્યારે નવરાત્રિ પર્વને આવકારવા સમસ્ત વાળંદ સમાજ દ્વારા વેલકમ નવરાત્રિનું ભવ્ય આયોજન ગોંડલના સ્વસ્તિક પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. હાલ મોટર વ્હીકલ એક્ટને રાજ્ય સરકાર દ્વારા વિવિધ નિયમોને કડક રીતે અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે ટુ વહીલર ચાલકો માટે હેલ્મેટનો નિયમ કમ્પલસરી બન્યો છે. ગોંડલના વાળંદ સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ દાંડિયા રાસમાં ખેલૈયાઓ હેલ્મેટ પહેરી પહોંચ્યા હતા.


હેલ્મેટ પહેરીને ગરબા રમવાનો હેતુ લોકોમાં અવેરનેસ લાવવાનો હતો. ખેલૈયાઓએ આ સાથે જ હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે પણ લોકોને જણાવ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :