સુરેન્દ્રનગર : ઝાલાવાડ પથંકમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી અનોખી પરંપરા ચાલતી આવે છે. જે હાલમાં પણ યથાવત્ત જાળવી રાખવામાં આવી છે. નૂતન વર્ષની વહેલી સવારે ગ‍ામનાં ભાગોળે ગાયોને ગોવાળોની પાછળ દોડાવવામાં આવે છે અને હરીફાઇનું આયોજન કરવામાં આવે છે. બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવામાં આવે છે. ત્યાર બાદ તેમનો શણગાર કરીને જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવે છે. આ અનોખી હરીફાઇમાં પ્રથમ આવનારા ગાયનાં ગોવાળને પાઘડી પહેરાવીને સન્માનીત કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાલાવાડ પથંકના રણકાંઠાના પાટડી અને ધામા ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની 150 વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે. રઝવાડાના સમયથી અહીં ગાયો દોડાવવામાં આવતી અને જીતનારા ગોવાળનું રાજા દ્વારા પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવતું હતું.  ગામના ભાગોળે ગોવાળોનો સમૂહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે.


આજે ભલે લોકો ડિજીટલ યુગમાં પ્રવેશ્યા હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચિન પરંપરાઓ જીવંત છે. આવી જ એક પ્રથા સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડી અને ધામા ગામમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની છે. જે આજે પણ અકબંધ રીતે જળવાઇ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube