ગૌરવ પટેલ, અમદાવાદ: ભારત દેશ આઝાદ થયો તે પહેલાં દેશના ઘણા લોકો પર અંગ્રજોનો ખાસ્સો પ્રભાવ હતો. જેમાંના એક વ્યક્તિ હતા વલ્લભ ભાઇ પટેલ કરમસદના આ વ્યક્તિ પર અંગ્રેજોનો એટલો પ્રભાવ હતો કે તેણે બાળપણ થીજ તેમની મનોવૃતિ અંગ્રેજીની હતી અને તેઓ બેરીસ્ટર બની પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા ઇચ્છતા હતા. જો કે સમયે કંઇક બીજુજ નક્કી કર્યુ હતું. ગુજરાત ક્લબ ખાતે ગાંધીજીની મુલાકાત થઇ અને વલ્લભભાઇ પરિવારના મટી દેશના થઇ ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કલબ એટલે રાજ્યની સૌથી જુની ક્લબ. અંદાજે 130 વર્ષ પહેલાં આ ક્લબની સ્થાપના થઇ હતી. જેના સભ્યોમાં અમાદાવાદના મીલ માલિકો નગર શ્રેષ્ઠીઓ અને જાણીતા બેરીસ્ટરો હતા. જે નવરાશની પળો ક્લબમાં બ્રીજ રમત રમી પસાર કરતા હતા. વલ્લભ ભાઇ પટેલ પોતાનો પ્રાથમિક અને મેટ્રીકનો અભ્યાસ ક્રમ પુર્ણ કરી તેઓ જિલ્લા અધિવક્તાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને તેમને વકિલાતની અનુમતી મળી. જોકે તેઓ બેરીસ્ટર થવા માંગતા હતા અને વર્ષ 1909માં તેઓ લંડન બેરીસ્ટરની ઉપાધિ માટે ગયા અને વર્ષ 1913માં બેરીસ્ટર બની પરત ફર્યા. તેમના પર અંગ્રેજી ભાષા અને રીત ભાતનો એટલો પ્રભાવ હતો કે તેઓ સતત વિદેશી કપડામાંજ રહેતા હતા.


બેરીસ્ટર બન્યા બાદ વલ્લભભાઇ પટેલે અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ કરી કોર્ટની સામે જ તેમનું મકાન હતું અને મકાન તથા કોર્ટની વચ્ચે ગુજરાત ક્લબ. તેઓ સારા બેરીસ્ટર હોવાની સાથે-સાથે બ્રીજ રમતના ચેમ્પિયન હોવાથી ગુજરાત ક્લબમાં વિખ્યાત થઇ ગયા હતા. વલ્લભ ભાઇ પટેલ  ત્યારે કોટ-પેન્ટ-બુટમાં નખશીખ વિદેશી દેખાવમાં રહેતા અને મોંમાં ચિરૂટ રાખતા. આ સમય દરમ્યાન ગાંધીજીએ ગુજરાતથી આઝાદીની ચળવળ ચલાવવાની શરૂઆત કરી અને વર્ષ 1916માં એક વાર ગાંધીજી ગુજરાત ક્બલ ગયા હતા. 


જ્યાં વલ્લભભાઇ પટેલ અને ગાંધીજીની પ્રાથમિક મુલાકાત થઇ હતી. જોકે શરૂઆતની મુલાકાતોમાં સરદાર પટેલ મહાત્મા ગાંધીની વાતોથી પ્રભાવિત નહોતા થયા. ગાંધીજી કાઠિયાવાડી પહેરવેશમાં ગુજરાત ક્લબ જતા – અંગરખું, માથે ફાળિયું અને ખેસ. ત્યારે વલ્લભભાઇ અને તેમના મિત્રો ગાંધીજીના કાઠિયાવાડી પોષાકની મજાક ઉડાવતા.


જોકે સમયે સમયનું કામ કર્યુ અને આજ વલ્લભ ભાઇ પટેલ બે જ વર્ષના સમયગાળામાં વિદેશી ઢબ-છબ છોડી ગાંધીજીના ચુસ્ત અનુયાયી બની ગયા. ગાધીજીની જીવનનો એમના પર એટલો પ્રભાવ પડ્યો કે એમની રહેણી કરણી જ બદલાઇ ગઇ. તેઓ ગાંધીજીની જેમ ધોતી કુર્તા પહેરી આઝાદીની લડાઇમાં જોડાઇ ગયા અને પરિણામ દેશની સામે છે.


ગુજરાતમાં મહાત્મા ગાંધીએ અમદાવાદના પાલડી પાસે કોચરબમાં પોતાનો પહેલો આશ્રમ સ્થાપ્યો. કોચરબ આશ્રમમાં તેમણે પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી, ત્યારે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં સ્થિત ગુજરાત ક્લબ વકીલો અને અન્ય બુદ્ધિજીવીઓનું મિલનસ્થાન બની રહેતી.