અર્પણ કાયદાવાલ/અમદાવાદ: શહેરમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટીવલને વધુ સફળ બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને અને આયોજકોએ નવી જાહેરાત કરી છે. જે અંતર્ગત 27 અને 28 જાન્યુઆરીએ શોપિંગ ફેલ્ટીવલ દરમ્યાન હેરીટેજ ઓટો એક્સપો યોજાશે. જેમાં વિવિધ વિન્ટેજ કારોનું પણ પ્રદર્શન યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત 17 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે શરૂ થયેલા શોપિંગ ફેસ્ટીવલમાં શરૂઆતમાં કેટલાક વિવાદ સર્જાયા. પરંતુ પાછળથી તંત્રએ બાજી સંભાળી લેતા હાલ લોકોનો ભારે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે શોપિંગ ફેસ્ટીવલને વધુ સફળ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને આયોજકોએ નવી જાહેરાત કરી છે.


દેશભક્તિ: શાળાના 1200 વિદ્યાર્થીઓએ એક થઇ રચ્યું ‘વંદે માતરમ્’


જે અંતર્ગત આગામી 27 અને 28 તારીખે ઓટો એક્સપો યોજાશે. નોંધનીય છે કે, શોપિંગ ફેસ્ટિવલમાં હાલ સુધી 37.65 કરોડની વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. તે સાથે 7,24,૦51 લકી ડ્રો ઇનામના વિતરણ પણ કરવામાં આવ્યા છે. ચાર દિવસમાં 3૩6૦ નાના અને 84 બમ્પર વિજેતાઓને ઇનામ અપ્યા હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે.