નવી દિલ્હીઃ અમદાવાદ માટે એક ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને દુનિયાના ગ્રેટેસ્ટ પ્લેસ ઓફ 2022 ની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના અમદાવાદ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો હાયર લર્નિંગ કેટેગરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવાય ભારતના કેરલ રાજ્યને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. કેરલનો ઈકો ટૂરિઝમના હોટ સ્પોટ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


ટાઈમ મેગેઝિને કહ્યું કે, અમદાવાદ ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પ્રાચીન સીમાચિન્હો અને સમકાલીન નવીનતાઓનું ગૌરવ ધરાવે છે. તે સાંસ્કૃતિક પર્યટન માટેનું મક્કા છે. ટાઈમ મેગેઝિને સાબરમતી નદી કિનારે આવેલા ગાંધી આશ્રમ અને નવરાત્રી ઉત્સવનો ઉલ્લેખ પણ કર્યું છે. ટાઈમ પ્રમાણે સાબરમતી નદીના કિનારે 36 એકરમાં આવેલું શાંત ગાંધી આશ્રમથી લઈને નવરાત્રીને વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube