સુરત :સુરતના સિટીલાઇટ સ્થિત આવેલા નેમિનાથ એપાર્ટમેન્ટમાં થોડા દિવસો પહેલા રૂપિયા 21.07 લાખની ચોરી થઈ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરી કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. યુવકની પૂછપરછ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણકે આ યુવાન કોઈ સામાન્ય પરિવારનો નહિ, પરંતુ શ્રીમંત પરિવારનો પુત્ર હોવાનું બહાર આવ્યું હતું. કરોડો રૂપિયાના બંગ્લામાં રહે છે છતાં ચોરી કરતો હતો. યુવક ખરાબ મિત્રોની સંગતમાં પોતાના મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના સિટીલાઈટ ખાતે આવેલા નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંક શાહના ઘરમાં ચોરી થઈ હતી. અજાણ્યો યુવક રાત્રિના સમયમાં કાચની બારીનું સ્લાઇડિંગ લોક તોડી ઘરમાં પ્રવેશ્યો હતો અને ઘરમાંથી ડાયમંડ જડિત સોનાના દાગીના મળી કુલ રૂપિયા 21 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીની શોધખોળમાં લાગી હતી. 


આ પણ વાંચો : પોતાની ભૂલ સ્વીકારીને PM મોદીએ સભામાં ત્રણવાર માફી માંગી, જાણો કેમ એવું કર્યું


દરમિયાન પોલીસે બાતમીના આધારે અલથાણ ખાતે માન સરોવર બંગ્લોઝમાં રહેતા સુમિત તુલસીસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો છે. પોલોસ પૂછપરછમાં જે હક્કીક્ત સામે આવી તે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી ખરાબ મિત્રોની સંગતમાં અને પોતાના મોજશોખ પુરા કરવા સારું ચોરીના રવાડે ચડી ગયો હતો. સુમિત કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે તે સારા ઘરનો છોકરો છે અને કોલેજ પૂર્ણ કર્યા બાદ તેણે પોતાનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ તેમાં તે સફળ થયો ન હતો અને તે ચાર છ મહિનાથી બેકાર હતો. આખરે ખરાબ મિત્રોની સંગત અને પોતાના મોજશોખ પુરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો અને તેણે આ ચોરી કરી હતી. 


આ પણ વાંચો : 



ઉલ્લેખનીય છે કે, સુમિત રાજપુતનું પરિવાર લક્ઝુરિયસ લાઈફ જીવે છે. અલથાણ ખાતે આવેલા કરોડોની કિંમતના માન સરોવર બંગ્લામાં રહે છે. પરિવાર ટેક્સટાઇલનો બિઝનેસ કરે છે. તેના પિતા જીવિત નથી. પરંતુ બે ભાઈ ટેક્સટાઇલના વેપારી છે. તેમના ભાઈએ સુમિતને ટેક્સટાઇલ વેપારમાં સેટ કરવા કાપડની દુકાન પણ કરી આપી હતી. પરંતુ તે વ્યવસ્થિત ચાલી ન શકતા બંધ કરી દીધી હતી તેવું ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ લલિત વાઘડિયાએ જણાવ્યું.