ગાંધીનગર: 26મી જાન્યુઆરીના પગલે કચ્છ સરહદે BSF હાઈએલર્ટ પર છે. 28મી તારીખ સુધી સરક્રીકથી રાજસ્થાનના બાડમેર સુધી ઓપ્સ એલર્ટ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્રીક અને હરામી નાળામાં વિશેષ અભિયાન ચલાવાશે. આગામી પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને, BSF ગુજરાત દ્વારા 21 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2023 દરમિયાન ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે સિરક્રીકથી ગુજરાતના કચ્છના રણ અને રાજસ્થાન-બાડમેર જિલ્લામાં સાત દિવસીય 'ઓપ્સ એલર્ટ' કવાયત હાથ ધરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી યુવક ફરાર, પાડોશીઓ દોડીને આવ્યા ત્યારે તો...


પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રવિરોધી તત્વોની કોઈપણ નાપાક યોજનાને નિષ્ફળ બનાવવા માટે 'ઓપ્સ એલર્ટ' કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ કવાયત દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના વિસ્તારોમાં તેમજ ક્રીક અને હરામી નાળામાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ ઓપરેશનલ પ્રક્રિયાઓની સચોટતા અને માન્યતાની ચકાસણી તેમજ સરહદી લોકો સાથેના સમાધાન કાર્યક્રમો આ સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવશે.


પ્રજાસત્તાક દિને દિલ્હીમાં રજૂ થશે ગુજરાતની ઝાંખી, જાણો શું હશે અનોખી થીમ?


એરપોર્ટને 30મી સુધી હાઇએલર્ટ પર
26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હંમેશા આતંકવાદી પ્રવૃત્તિઓનો ખતરો તોળાતો રહેતો હોય છે. ત્યારે દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી પ્રવૃત્તિઓને રોકવા પોલીસ તંત્ર એલર્ટ રહેતું હોય છે. ત્યારે આજથી 30 જાન્યુઆરી સુધી અમદાવાદ એરપોર્ટને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યું છે. 26 જાન્યુઆરીને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને 30મી સુધી હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યું છે.


બાપ રે...કોંગ્રેસના આ 'વ્યાજખોર' નેતાએ 3.78 કરોડ સામે 9.95 કરોડ વસૂલ્યાનો આરોપ


પેસેન્જરોનું બે વખત ચેકિંગ 
અમદાવાદ એરપોર્ટ પર આવનાર મુસાફરોનું બે વખત ચેકિંગ કરવામાં આવશે. ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ લેડર પોઈન્ટ પર મુસાફરોનું ચેકિંગ કરાશે. તેમજ એરપોર્ટ પર CISF દ્વારા પણ ખાસ વોચ રાખવામાં આવશે. એરપોર્ટ પર ટર્મિનલમાં ડોગ સ્ક્વૉડની ટીમ પણ તૈનાત કરવામાં આવશે. શંકાસ્પદ લાગતા મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવશે.


અંતરની આંખે, પવિત્ર અગ્નિની સાક્ષીએ 14 પ્રજ્ઞાચક્ષુઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા!