કચ્છ: પાકિસ્તાન સાથે વધતા તણાવની વચ્ચે ગુજરાતના પાડોસી દેશથી અડીને દરિયાઇ અને જમીન બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય સ્થાનો મોનીટરીંગ વધારવાની સાથે બોર્ડરની નજીક લોકોની યાત્રા પર રોક લગાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. પુલવામા હુમલા બાદ મંગળવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી શિબિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તો આ સામે પાકિસ્તાન દ્વારા બુધવારે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ પગલા લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડર નજીક દરેક નાગરિક કાર્યોને રોકી દેવામાં આવ્યા છે અને બોર્ડર નજીકના જિલ્લાઓમાં મહત્વપૂર્ણ જગ્યાઓ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: વાયુસેનાના પાઇલટને પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે: પરેશ ધાનાણી


ડિરેક્ટર જનરલ (સરહદીય વિસ્તાર) ડીબી વાઘેલાએ કહ્યું કે, તેમણે દરિયાઇ અને જમીન બોર્ડર પર આતંરિક સુરક્ષા માટે એક ચોક્કસ યોજના તૈયાર કરી છે. સશસ્ત્ર દળો સરહદની સુરક્ષા કરે છે. તેમણે જણાવ્યું કે, અમારું ધ્યાન આતંરિક સુરક્ષા પર છે. વર્તમાન તણાવ દરમિયાન સરહદ વિસ્તારોમાં કોઈ અવ્યવસ્થા નથી તેની ખાતરી કરવા અમે કામ કરી રહ્યા છીએ.


ATSએ 6 વર્ષથી ભાગતા નકસલીની ઝડપ્યો, સરકારે રાખ્યું હતું 1 લાખનું ઇનાંમ


પીએમઓમાં ભેગા થયા સુરક્ષા અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ
આ પહેલા, દિવસે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં સુરક્ષા તેમજ ગુપ્તચર વિભાગના મુખ્ય અધિકારીઓ ભેગા થયા હતા. પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રશિક્ષણ શિબિર પર મંગળવાર વહેલી સવારે કરવામાં આવેલી ભારતીય વાયુસેના દ્વારા એર સ્ટ્રાઇક બાદ થયેલા નવા ઘટનાક્રમને ધ્યાનમાં લઇને તેઓ પીએમઓ ઓફિસ પહોંચ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે દિવસમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ, થલસેના, નૌસેના અને વાયુસેનાના વરિષ્ઠ અધિકારી તથા અન્ય સુરક્ષા અધિકારી વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે ભેગા થયા હતા.


વધુમાં વાંચો: અમદાવાદમાં 2માર્ચથી કલમ 144 લાગુ, હાઇ એલર્ટમાં જાણો પોલીસનો નવો પ્લાન


ટોચના સંરક્ષણ અને સુરક્ષા અધિકારીઓ પ્રધાનમંત્રીને વર્તમાન ઘટનાક્રમની જાણકારી આપી હતી. જેમાં હવાઇ અથડામણ પણ સામેલ છે. આ ઘટના અંતર્ગત પાકિસ્તાનનું એક લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું, જ્યારે ભારતીય વાયુસેનાએ પણ તેમનું એક મિગ 21 ગુમાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મિગના પાયલોટ ‘લાપત્તા’ થઇ ગયો છે. જમ્મૂ ક્ષેત્રના રાજોરીમાં પાકિસ્તાનના એક એફ-16 લડાકુ વિમાનને વાયુસેનાએ તોડી પાડ્યું હતું.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...