આશ્કા જાની/અમદાવાદ : હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની બાળકીને મળવા ન દેતા પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી કરી હતી. જે અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે બંને યુવતીઓ તરફથી દાખલ આવેલા એફિડેવિટને ફરી કરવા આદેશ કર્યો છે. આજે આ સમગ્ર મામલે પોલીસે સીલ બંધ કવરમાં પોતાનો એક્શનટેક્ન રીપોર્ટ રજુ કર્યો છે. કોર્ટમાં આજે યુવતીઓ હાજર ન રહેતા કોર્ટે લાલ આંખ કરી હતી. ઉપરાંત કોર્ટે આશ્રમને યુવતીઓ વિદેશ ગઈ તેના તમામ દસ્તાવેજો કોર્ટમાં રજુ કરવા માટે આદેશ આપ્યો હતો. સાથે સાથે વિદેશમાં જવાનો ખર્ચ કોણે ઉઠાવ્યો તે અંગે સ્પષ્ટતા કરવાની માંગ પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાક વીમા મુદ્દે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારને નોટિસ ફટકારી


હાઇકોર્ટે લાલ આંખ કરતા જણાવ્યું કે, જો યુવતીઓને વિદેશ મોકલવાનો ખર્ચ આશ્રમ દ્વારા ઉઠાવવામાં આવ્યો હોય તો પછી પરત લાવવાનો ખર્ચ પણ આશ્રમે જ ઉઠાવવો પડશે. બંને બેહનો વિદેશમાં ઈન્ડીયન એમ્બેસી સમક્ષ હાજર થવા તેયાર છે પરતું ભારત આવવા કેમ તેયાર નથી તેવો સવાલ કોર્ટે આશ્રમના વકીલને કર્યો હતો. વકીલે રજૂઆત કરી કે યુવતીઓને તેના પિતા તરફથી જીવનું જોખમ છે માટે તે આવી નથી રહી. જેથી કોર્ટે પોલીસને યુવતીઓ ભારતમાં પ્રવેશે ત્યાંથી સુરક્ષા આપવા આદેશ કર્યો હતો. આજે યુવતીઓના માતા પિતાએ પણ કોર્ટ સમક્ષ રડીને પોતાની દીકરીઓને પરત લાવવા માટે વિનંતી કરી હતી. હાઇકોર્ટે પોલીસને પણ યુવતીઓને સમજાવાવા માટે કહ્યું અને જો તે ભારત આવે તો તેમની સુરક્ષાની જવાબદારી પણ પોલીસની છે, પરતું યુવતીઓએ કોર્ટ સમક્ષ હાજર થઇને નિવેદન તો આપવું જ પડશે તેવું જણાવ્યું હતું. 


મહિલા સુરક્ષા અંગે મુક-બધીર બાળકોનો પક્ષ સાંભળવા માટે પોલીસની અનોખી પહેલ


કમિશ્નર-કોર્પોરેટર વિવાદનો રેલો છેક ગૃહ વિભાગ સુધી પહોંચ્યો, પ્રદિપસિંહે મંગાવ્યો અહેવાલ


હાઈકોર્ટની ટકોર બાદ બંને દિકરીઓના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી કે બંને દિકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જુબાની આપી શકે તેમ છે. જો કે હાઈકોર્ટે લાલ-આંખ કરતા કહ્યું કે બંને દિકરીઓને અહીં લાવવા મુદે કરવામાં આવતી બહાનાબાજીથી બંનેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે. કોર્ટે આશ્રમના વકીલને હેબીયર્સ અરજી કોને કહેવાય તે આગે પણ સવાલ કર્યો. આ સમગ્ર મામલે અરજદારનો આક્ષેપ છે કે આશ્રમવાસીઓ દ્વારા તેમની બે દિકરીઓને.મળવા દેવાતી નથી. જેથી હાઈકોર્ટ સતાનો ઉપયોગ કરી તેમની દિકરી સાથે મુલાકાત કરાવે. અરજદારના વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી કે બેંગ્લોરથી બંને યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ગુજરાત માં હાથીજણ આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હતી..આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં 20 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં.આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube