નિત્યાનંદ વિવાદ: ગુજરાત હાઇકોર્ટે હેબિયસ કોપર્સ અંગે પોલીસને ફટકારી નોટિસ
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો આજે હેબીયર્સ કોપીર્યસ મામલે હાઈકોર્ટ માં સુનાવણી હાથ ધરાઈ સુનાવણી હાથ ધરી હતી
અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો આજે હેબીયર્સ કોપીર્યસ મામલે હાઈકોર્ટ માં સુનાવણી હાથ ધરાઈ સુનાવણી હાથ ધરી હતી. હાઇકોર્ટમાં ફરિયાદીની રજૂઆત કરી હતી કે મારી દીકરીઓ દબાણમાં આવી વીડિયો જાહેર કર્યો હોવાનો દાવો કરી રહ્યા છે. અમારી જાણ બહાર અમારા બાળકોને બેંગ્લુરૂના આશ્રમથી અમદાવાદનાં આશ્રમમાં લાવવામાં આવ્યા છે. ન માત્ર આશ્રમમાં લાવવામાં આવ્યા પરંતુ જ્યારે તેમને પરત બેંગ્લોર જવાની વાત કરી તો તેમને અહીં પુષ્પક સોસાયટી ખાતે ગોંધી રાખવામાં આવ્યા અને મજબુર કરવામાં આવ્યા હોવાનો દાવો પણ તેના પિતા દ્વારા કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મને Aadhaar સાથે જોડવાનો કોઇ જ પ્રસ્તાવ નથી: પ્રસાદ
અમિત શાહનું સંસદમાં સંબોધન Live:વિપક્ષ જેવો હોબાળો કરે છે તેવું કંઇ જ નથી
પુષ્પક સોસાયટીમાં બાળકોને ગોંધી રાખવામાં આવ્યા તે દરમિયાન બાળકો પર અત્યાચાર થયો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જે અનુસંધાને ગુજરાત હાઇકોર્ટે હેબિયસકોપર્સ અંગે સુનાવણી કરતા પોલીસને નોટિસ ફટકારી છે. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અને તપાસ ક્યાં સુધી પહોંચી છે તે અંગે રિપોર્ટ રજુ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ અંગેની વધારે સુનાવણી 26 નવેમ્બર બાદ હાથ ધરવામાં આવશે. 26 નવેમ્બરે જવાબદાર પોલીસ અધિકારીને રિપોર્ટ સાથે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.