હેબિયસ કોપર્સ થતા હાઇકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું, પોલીસ લોકોની સેવા માટે છે રોફ જમાવવા નહી
![હેબિયસ કોપર્સ થતા હાઇકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું, પોલીસ લોકોની સેવા માટે છે રોફ જમાવવા નહી હેબિયસ કોપર્સ થતા હાઇકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું, પોલીસ લોકોની સેવા માટે છે રોફ જમાવવા નહી](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2021/06/15/332088-gujarat-high-court.jpg?itok=HmfeOxaP)
જિલ્લાના વિરમગામ માં 17 વર્ષીય યુવતીનો ગુમ થવાનો મામલે હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ થઇ હતી. યુવતીનાં પરિવાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે વિરમગામ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસને યુવતીને શોધવા માટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે પોલીસના વલણની ઝાટકણી કાઢી હતી.
અમદાવાદ : જિલ્લાના વિરમગામ માં 17 વર્ષીય યુવતીનો ગુમ થવાનો મામલે હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ થઇ હતી. યુવતીનાં પરિવાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે વિરમગામ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસને યુવતીને શોધવા માટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે પોલીસના વલણની ઝાટકણી કાઢી હતી.
વિરમગામ ટાઉન પોલીસે FIR સિવાય અન્ય કોઈ તપાસ કરી નથી. આગામી 22 જૂન સુધી બાળકીને શોધી હાઇકોર્ટે સમક્ષ રજુ કરવા આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય SP ને સમગ્ર મુદ્દે અહેવાલ રજૂ કરવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ મુદ્દાનો ઝડપી ઉકેલ લાવવા માટે પણ આદેશ કર્યો છે.
યુવતીનાં પિતા દ્વારા દાખલ કરાયેલી હેબિયસ કોપર્સ અરજીમાં પોલીસ પર કરાયેલા આક્ષેપોને પણ ગુજરાત હાઇકોર્ટે ગંભીરતાથી લીધા. નાગરિકોની સેવા કરવા માટે પોલીસ હોવાની ટકોર કરી હતી. યુવતીનાં પિતાએ દાવો કર્યો કે, વિરમગામ ટાઉન પોલીસે ફરિયાદ નોંધવા સિવાય કોઈ કાર્યવાહી કરી નથી. માત્ર ફરિયાદ લઇને તપાસ કરીશું તેવુ આશ્વાસન જ અપાતું રહ્યું. જેથી મજબુર થઇને હાઇકોર્ટની શરણ લેવી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube