હાઇકોર્ટે પોલીસ`ખાતા` ની ઝાટકણી કાઢી, ASP અને સ્થાનિક પોલીસ વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો
ધાનેરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધવા મુદ્દે બેદરકારી ખુબ જ ભારે પડી છે. ધાનેરામાં વર્ષ 2020 માં આત્મહત્યાના કેસમાં ફરિયાદ દાખલ નહી કરવા બાબતે જિલ્લા પોલીસ વડા, સ્થાનિક પોલીસ સ્ટેશન અને ASP સામે કાર્યવાહી કરવા માટેનો હુકમ આપવામાં આવ્યો છે. 2020 ના સપ્ટેમ્બર મહિના દરમિયાન ધાનેરા તાલુકાના એક ગામમાં એક કોમ્યુનિટીના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કરી ગામથી દુર જતા રહ્યા હતા. જો કે આ પ્રેમ લગ્ન છોકરીના પરિવારજનોને મંજુર નહોતા.
અમદાવાદ : ધાનેરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધવા મુદ્દે બેદરકારી ખુબ જ ભારે પડી છે. ધાનેરામાં વર્ષ 2020 માં આત્મહત્યાના કેસમાં ફરિયાદ દાખલ નહી કરવા બાબતે જિલ્લા પોલીસ વડા, સ્થાનિક પોલીસ સ્ટેશન અને ASP સામે કાર્યવાહી કરવા માટેનો હુકમ આપવામાં આવ્યો છે. 2020 ના સપ્ટેમ્બર મહિના દરમિયાન ધાનેરા તાલુકાના એક ગામમાં એક કોમ્યુનિટીના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કરી ગામથી દુર જતા રહ્યા હતા. જો કે આ પ્રેમ લગ્ન છોકરીના પરિવારજનોને મંજુર નહોતા.
GUJARAT CORONA UPDATE: 14 નવા કેસ, 22 રિકવર થયા, એક પણ મોત નહી
જેના પગલે બંન્ને રાજસ્થાન ભાગી ગયા હતા ત્યાંથી શોધી લવાયા હતા. દીકરીના પરિવારજનોએ દીકરીને પરત ઘરે જ રાખી દીધી હતી. ત્યાર બાદ પ્રેમ લગ્ન કરનારા યુવકને કેટલાક વ્યક્તિઓ ઘરે લઇ ગયા હતા. જો કે 3 દિવસ સુધી દીકરો પરત નહી આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી. દરમિયાન યુવકનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે પરિવારે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે પ્રયાસો કર્યા હતા. જો કે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
MORBI: પ્રેમમાં આંધળી થયેલી યુવતીને બોયફ્રેંડે મુકેલો કેમેરો પણ ન દેખાયો અને પછી...
જો કે પરિવારને મૃતદેહ જોયા બાદ આશંકા જતા જિલ્લાના પોલીસવડા સુધી રજુઆત કરી હતી. પરંતુ ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી. જેના પગલે પરિવાર ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો. ત્યાર બાદ પુરાવાના આધારે હાઇકોર્ટે સ્થાનિક પોલીસ તંત્રની ઝાટકણી કાઢી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ વડાને નોટિસ ફટકારી હતી. પોલીસ દ્વારા કેમ ફરિયાદ દાખલ ન કરાઇ તે મુદ્દે તપાસનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરજમાં બેદરકારીઅને મિસકન્ડક્ટ બદલ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તપાસ પણ સી.આઇ.ડી ક્રાઇમને સોંપાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube