અમદાવાદ: મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સંદર્ભે ખેડૂતો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા જમીન સંપાદનને લીલી ઝંડી આપવામાં આવી છે. જો કે, જમીન સંપાદનને લઇને ખેડૂતો દ્વારા 4 ગણા વળતરની અરજી હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટ દ્વાર ખેડૂતોની અરજી ફગાવતા ખેડૂતોને બજાર કિંમત કરતા પણ ઓછી રકમનું વળતર ચૂકવશે. જેને લઇને ખેડૂતો દ્વારા હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 'ભાઇ, અમારી પાસે એવા કોઇ આંકડા આવ્યાં નથી, મંદી એક હવા છે’: CM રૂપાણી


અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ સંદર્ભે રાજ્યના 1200થી વધુ ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, તેમને જમીન અધિગ્રહણ કાયદો-2013 હેઠળ જણાવવામાં આવેલાં પુનઃસ્થાપન તથા પુનઃવસવાટ માટે પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી. NHAI દ્વારા હાઈવે માટે, રેલવે દ્વારા ફ્રૅઇટ કૉરિડોર અને હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે તેમના વિસ્તારમાં ફળદ્રૂપ જમીનનું નિકંદન નીકળી રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે. જે સામે ખેડૂતોએ માગ કરી હતી કે, વળતરની રકમ 2013 નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ.


આ પણ વાંચો:- અમદાવાદ: નશામાં ધૂત શખ્સે ટ્રાફિક પોલીસના જવાનને માર માર્યો, વીડિયો થયો વાયરલ


તેમજ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે ના કે ગુજરાત રાજ્ય સરકારના જમીન સંપાદન કાયદા મુજબ. જો કે, હાઇકોર્ટના ચુકાદા બાદ ખેડૂતોને બજાર કિંમત કરતા પણ ઓછી રકમનું વળતર ચૂકવશે. પાછલી અસરથી કેન્દ્ર સરકારે કાયદામાં કરેલા ફેરફારને પણ હાઇકોર્ટે માન્ય ગણાવ્યા છે. આંતરરાજ્ય પ્રોજેક્ટ હોવા છતાં પણ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી રાજ્ય સરકારને જમીન સંપાદન માટેની બહાલી આપી છે. જેને લઇને ખેડૂતો દ્વારા હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.


 


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...