ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) વિજય રૂપાણી (Vijay Rupani) અને રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે તા.04 મે 2021ના રોજ સવારે જૂનાગઢ (Junagadh) કલેક્ટર કચેરી ખાતે  ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના (Corona) પ્રભાવિત ગુજરાત (Guajrat) ના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે  મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી  માર્ગદર્શન અને નિર્ણયો  કરવાનું નક્કી  કરાયું છે.


જેના ભાગરૂપે અગાઉ મોરબી, રાજકોટ,પાટણ, જામનગર,કરછ અને દાહોદ જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube