ઉચ્ચ અધિકારી પરંતુ શરમનો છાંટો નહી! 1500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
જિલ્લાનાં આંકલાવ મામલતદાર કચેરીમાં એ.સી.બીએ લાંચનાં છટકાનું આયોજન કરી લાંચીયા નાયબ મામલતદારને 1500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. આંકલાવ મામલતદાર કચેરીમાં ઈ-ધરા વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દિગ્વીજયસિંહ જાડેજાએ બામણગામનાં એક ખેડુત પાસેથી રેકર્ડ પર હક્કી કમીની એન્ટ્રી કરવા માટે દસ હજારની માંગણી કરી હતી. અંતે ચાર હજારમાં નક્કી કરાયું હતું.
આણંદ: જિલ્લાનાં આંકલાવ મામલતદાર કચેરીમાં એ.સી.બીએ લાંચનાં છટકાનું આયોજન કરી લાંચીયા નાયબ મામલતદારને 1500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. આંકલાવ મામલતદાર કચેરીમાં ઈ-ધરા વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દિગ્વીજયસિંહ જાડેજાએ બામણગામનાં એક ખેડુત પાસેથી રેકર્ડ પર હક્કી કમીની એન્ટ્રી કરવા માટે દસ હજારની માંગણી કરી હતી. અંતે ચાર હજારમાં નક્કી કરાયું હતું.
અમદાવાદને કબ્જે કરવાની હતી તૈયારી? પોલીસે એવા આરોપીને પકડ્યો કે તમે પણ ચોંકી ઉઠશો
જે પૈકી બે હજાર અગાઉ આપ્યા હતા અને બાકીનાં બે હજારની લાંચની માંગણી કરી હતી. જેથી ખેડુતે આ અંગે એસીબીનો સંપર્ક કરી લાંચની માંગણી અંગેની ફરીયાદ નોંધાવતા વડોદરાની એસીબી પોલીસે આજે આંકલાવ મામલતદાર કચેરીમાં લાંચનાં છટકાનું આયોજન કર્યું હતું. જેમાં નાયબ મામલતદાર ઈધરા વિભાગનાં ટોયલેટમાં ખેડુત પાસેથી બે હજારની લાંચ લઈ તેમાંથી 500 રૂપિયા પરત આપીને 1500 રૂપિયાની લાંચ લેતા લાંચનાં છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
બકરૂ કાઢતા ઉંટ પેઠુ: 3 કરોડની લોન માટે વેપારીએ ગાંઠના 11 લાખની છેતરપિંડી આચરી
એસીબીએ નાયબ મામલતદાર દિગ્વીજયસિંહ જાડેજાની લાંચનાં ગુનામાં ધરપકડ કરીને લાંચ રૂસ્વતધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે વર્ષ 2019માં પણ નાયબ મામલતદાર દિગ્વીજયસિંહ જાડેજા પેટલાદ મામલતદાર કચેરીમાં હતા ત્યારે અરજદાર પાસેથી વહીવટની માંગણી કરતો વિડીયો વાયરલ થયો હતો અને તેમાં તેઓની બદલી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube