અમદાવાદ મનપાના ઉચ્ચ અધિકારીઓએ રાત્રે પણ કરવું પડશે કામ, કમિશનરે આપ્યો આકરો આદેશ
અમદાવાદ મહાનગર પાલિકાના વિસ્તારમાં ચાલતા વિવિધ કામોની સમીક્ષા કરવા માટે કમિશનર એમ થેન્નારાસને મહત્વનો આદેશ આપ્યો છે. કમિશનરા આદેશ પ્રમાણે અમદાવાદ મનપાના અધિકારીઓએ રાત્રી રાઉન્ડ લેવાનો રહેશે. ત્યારબાદ સવારે તેનો રિપોર્ટ આપવાનો રહેશે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેન્નરાસનના એક આદેશથી અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. સતત સ્વચ્છતાના આગ્રહી અને ઝીણવટભરી કામની સમીક્ષા કરનાર કમિશનરે વધુ એક આકરો આદેશ એએમસીના કર્મચારીઓ અને વિભાગના એચઓડી તેમજ ડાયરેક્ટરો માટે કર્યો છે. તમામ ઉચ્ચ અધિકારીઓ જેઓ એએમસીના મસમોટા પગાર મેળવી રહ્યા છે. તેવા તમામ ઉચ્ચ અધિકારીઓએ રાત્રી રાઉન્ડ લેવાનો રહેશે. તેમજ કમિશનર દ્વારા જાહેર કરાયેલો એક ચાર્ટ પણ ફરી એએમસીને સવારે આપવાનો રહેશે. જેમા હશે કે, રાત્રી વિઝીટ દરમ્યાન શુ સમિક્ષા કરી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વસતા નગરજનોને રોડ, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, આરોગ્ય વિષયક, પરિવહન, શિક્ષણ, અગ્નિશમન જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓ વધુ સુદ્રઢ બને અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે તેનું સમયાંતરે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોનિટરીંગ થાય તે જરૂરી છે. જે માટે વિભાગના ડાયરેક્ટર, એચઓડી, અને આસિ કમિશનર કક્ષાના અધિકારીઓ અને તેમની ટીમના સભ્યો સાથે તમામ ઝોનમા રાત્રે ૧૦.૦૦ વાગ્યેથી શહેરનો રાત્રી રાઉન્ડ લેવાનો રહેશે. વિઝિટ લેવાના સ્થળની વિગતો મ્યુનિસિપલ હોસ્પિટલો, મ્યુનિસિપલ હસ્તકના પ્લોટસ, બગીચાઓ, બ્રીજ નીચેની જગ્યાઓ, રેનબસેરા, શેલ્ટર હોમ, વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન / વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ પંમ્પીંગ સ્ટેશન, મ્યુનિસિપલ હોસ્પિટલો, મ્યુનિસિપલ હસ્તકના પ્લોટસ, બગીચાઓ, બ્રીજ નીચેની જગ્યાઓ, રેનબસેરા, કાંકરીયા, રીવરફ્રન્ટ જેવા જાહેર સ્થળો, પરિવહન સેવાઓ, શહેરના જાહેર માર્ગો.
આ પણ વાંચોઃ ગંભીર બેદરકારી : વોર્નિંગ કાર વગર રવાના થયો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાફલો
૧. રાત્રિ રાઉન્ડ દરમ્યાન ઝોનમા સ્ક્રેપિંગ, સફાઈ વિગેરેના ચાલતા રાત્રી કામો (કોન્ટ્રાક્ટર અને વિભાગ )નું આકસ્મિક ચેકીગ કરવાનુ રહેશે.
૨. રાત્રિ રાઉન્ડ દરમ્યાન અધિકારીઓએ મ્યુનિસિપલ મિલકતોની ચકાસણી, સ્ટાફની હાજરીની ચકાસણી, મિલકતમાં સાફ-સફાઇ, સ્ટ્રીટ લાઇટની ચાલુ-બંધની સ્થિતિ, ફર્નિચર-ફ્રીકસચરની પરિસ્થિતિની ચકાસણી કરવાની રહેશે., તેમજ નવા બનતા રોડનું પણ મોનીટરીંગ કરવાનું રહેશે.
૩. કચરો વધુ ભેગો થતો હોય તેવી જગ્યાઓ, કોમર્શીયલ કોમ્પલેક્ષ પાસે, પ્લોટો તેમજ જાહેર રસ્તા ઉપર પડેલ કચરો, કન્ટેનર બહારનો કચરો, કન્ટેનર ન ઉપડેલ હોય તો તેની તેમજ ન્યુસન્સ સ્પોટની ચકાસણી કરવાની રહેશે.
૪. સિકયુરીટી પોઇન્ટની ચકાસણી કરવાની રહેશે.
૫. મ્યુનિસિપલ હોસ્પિટલો તેમજ અન્ય મ્યુનિસિપલ મિલકતમાં રાત્રિ દરમ્યાન ફરજ બજાવતા કર્મચારીની હાજરી, તેમજ મિલકતોની સ્વચ્છતાની ચકાસણી કરવાની રહેશે. ઉપરોકત મિલકતો પૈકી રાઉન્ડ લીધેલ સ્થળોની વિગતો તેમજ અન્ય ધ્યાનમાં આવેલ બીજી કોઇ વિગતો અંગેની નોંધ કરી તે અંગેની જાણ ટીમના વડા અધિકારીએ ઇ-મેઇલ મારફતે સબંધિત ખાતાના અધિકારીને અને તેની નકલ મારફતે મ્યુનિસિપલ કમિશ્નરને કરવી.
આ પણ વાંચોઃ અમદાવાદ-ગાંધીનગર રોજ અપડાઉન કરનારા માટે મહત્વના સમાચાર, ટ્રાફિકમાંથી મળશે મુક્તિ
તે જ રીતે સબંધિત ખાતા દ્વારા કરવામાં આવેલ કામગીરીની જાણ રાઉન્ડ લેનાર ટીમને ઇ-મેઇલ મારફતે કરવાની રહેશે અને તેની નકલ મ્યુનિસિપલ કમિશ્નરને કરવાની રહેશે. તેમજ રાઉન્ડનો વિગતવાર રીપોર્ટ આ સાથેના નમૂનાના પત્રકમા ભરી ટીમના વડા અધિકારીએ કમિશનરને ઇ મેઇલ માધ્યમથી મોકલવાના રહેશે.
નોધનીય છે કે, એએમસી કમિશનર એમ થેન્નારસનના આદેશથી અધિકારીઓની ઉંઘ ઉડી ગઇ છે. સતત એક મહિના સુધી રાત્રી દરમ્યાન ફિલ્ડ પર જવા આદેશ અપાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube