હિતલ પારેખ/ગાંધીનગર: મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કૈલાસનાથનને મળીને એલઆરડી ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય રવાના થયા છે. હાલ આ હાઇવોલ્ટેજ મીટિંગ એલઆરડી અંગે ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકને એલઆરડી ભરતીનાં વિવાદને ઉકેલવાની દિશામાં ખુબ જ મહત્વપુર્ણ બેઠક માનવામાં આવી રહી છે. જો કે આ અંગે કોઇ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. વિકાસ સહાયે જો કે આ અંગે મીડિયા સાથે કોઇ પણ પ્રકારની ચર્ચા કરવાની મનાઇ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: માતાએ બાઇક લેવાની મનાઇ કરતા યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં LRD ભરતી વિવાદ ખુબ જ ચગી રહ્યો છે. સવર્ણ વર્ગ અને અનામત વર્ગ હાલ ઉપવાસ પર ઉતરેલો છે. આ મુદ્દે સરકાર પણ ખુબ જ અવઢવની સ્થિતીમાં છે. જો 1-8-18નાં પરિપત્રમાં સુધારો કરે તો સવર્ણ વર્ગ નાખુશ થાય. જો સુધારો ન કરે તો અનામત વર્ગ નાખુશ થાય. તેવી સ્થિતીમાં સરકાર માટે ભારે અવઢવભરી પરિસ્થિતી છે. અધિકારીઓ પણ ખુબ જ મનોમંથન કરી રહ્યા છે વિવિધ કોર્ટનાં ચુકાદાઓનો અભ્યાસ કરી રહ્યા છે. તેવામાં આ બેઠક ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube