Covid-19: કોરોનાના નવા વેરિએન્ટનાં સૌથી વધુ કેસ ગુજરાતમાં! નવા વેરિએન્ટ JN.1ના 36 કેસ નોંધાતા ખળભળાટ
કોરોનાનાં નવા વેરિએન્ટનાં લઈ સૌથી વધુ કેસો ગુજરાતમાં નોંધાયા છે. કોવિડનો નવો વેરિએન્ટ JN.1 સામે આવ્યો છે. નવા વેરિએન્ટનાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડાદોડ થઈ જવા પામી હતી.
Gujarat Covid News: કોરોનાના JN1 વેરિયન્ટે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચિંતા વધારી દીધી છે. મંગળવાર (26મી ડિસેમ્બર) સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દીઓ નોંધાયા છે, જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં છે. જી હા... 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.
કોવિડનો નવો વેરિએન્ટ JN.1 સામે આવ્યો છે. ચીનમાં તો હાલ ખરાબ થવા લાગી છે, સમાચાર એવા પણ મળી રહ્યા છે કે ચીનમાં તો નવા સ્મશાનો બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ નવા વેરિએન્ટનાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાતા ખતરાની ઘંટડી વાગી ગઈ છે, સરકાર જો નહીં જાગે તો આવનારા સમયમાં ફરી એકવાર રાજ્યની સ્થિતિ કથળી શકે છે. ગુજરાતમાં કોવિડનો નવો વેરિએન્ટ JN.1ના સૌથી વધુ કેસ સાથે વિસ્ફોટ તો થઈ ચૂક્યો છે, પરંતુ હજું સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રાજ્ય સરકાર ભલે કોરોનાના આંકડા છૂપાવતી હોય પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટાએ ગુજરાતની પોલ ખોલી નાંખી છે.
ગત રોજ કોરોનાથી વૃદ્ધાનું મોત નિપજ્યું હતું
અમદાવાદ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. જેમાં 82 વર્ષીય વૃદ્ધાનું મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ટીબીની દર્દી વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
ગુજરાતમાં સૌથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, બુધવારે (27 ડિસેમ્બર) ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા છે, જેનાથી સક્રિય કેસની કુલ સંખ્યા 4093 થઈ ગઈ છે. ત્રણ સંક્રમિત લોકોના પણ મોત થયા છે, જેમાં ગુજરાતમાંથી એક અને બે કર્ણાટકના લોકોનો સમાવેશ થાય છે. 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN.1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36 કેસ, કર્ણાટકમાં 34 કેસ, ગોવામાં 14 કેસ, મહારાષ્ટ્રમાં 9 કેસ, કેરળમાં 6 કેસ, રાજસ્થાનમાં 4 કેસ, તામિલનાડુમાં 4 કેસ અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે.
કોવિડના નવા વેરિયન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 8 રાજ્યમાં કોરોના કેસ નોંધાયા છે, પરંતુ જાણે ગુજરાત કોરોનાના નવા વેરિયન્ટનું એપી સેન્ટર હોય એમ 36 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં નવા વેરિએન્ટનાં સૌથી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગઈ છે. ગુજરાત બાદ નવા વેરિએન્ટનાં સૌથી વધુ કેસ કર્ણાટકમાં 24 નોધાયા છે. જ્યારે ગોવામાં 14 અને મહારાષ્ટ્રમાં 9 કેસ નવા વેરિએન્ટનાં નોંધાયા છે.