હે ભગવાન આ બાળકીનું શું થશે? જમીનમાં દાટેલી હાલતમાં મળેલી જાનકીને કમળાની અસર દેખાઈ
હાલમાં બાળકીની સારવાર ચાલુ જ છે, અને કમળાની અસર દેખાઈ છે. 72 કલાકથી વેન્ટીલેટર પર રાખવામાં આવી છે. નવજાત બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈમાં ખેતરમાંથી મળી આવેલ નવજાત બાળકીને સિવિલના NICU વિભાગમાં 72 કલાક બાદ પણ સ્થિતિમાં હજી કોઈ સુધારો થયો નથી. ઉલ્ટાનું બાળકીના શરીરમાં ચેપ ફેલાઈ રહ્યો છે અને જૈસે થે એવી સ્થિતિ યથાવત છે. એટલું જ નહીં, ડોક્ટરોએ જણાવ્યું છે કે બાળકીના શરીરમાં કમળાની અસર દેખાઈ છે અને જેની સારવાર યથાવત છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, હિમતનગરના ગાંભોઈ ખેતરમાંથી મળી આવેલ નવજાત બાળકીને ગુરુવારે સવારે હિમતનગરના સિવિલ હોસ્પિટલમાં NICU વિભાગમાં નવજાત બાળકીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જેની હાલ સારવાર ચાલી રહી છે. આજે બાળકીને ત્રણ દિવસ થયા છે પરંતુ બાળકીની સ્થિતિમાં કોઈ સુધારો દેખાઈ રહ્યો નથી અને બગડી પણ નથી.
હાલમાં બાળકીની સારવાર ચાલુ જ છે, અને કમળાની અસર દેખાઈ છે. 72 કલાકથી વેન્ટીલેટર પર રાખવામાં આવી છે. નવજાત બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તો આખા શરીરમાં ચેપનુ પ્રમાણ વધુ છે અને કમળાની અસર છે. કમળા માટેની અને ઇન્ફેકશન માટેની દવાઓ ચાલુ છે. ઓક્સિજનનું પ્રમાણ તેના શરીરમાં મેન્ટેઈન રહે છે અત્યારે 95 ટકા ઓક્સિજનનું પ્રમાણ છે.
બાળકીના શરીરમાં ઓક્સિજનનું લેવલ બરાબર છે. ઓક્સિજન વેન્ટીલેટરથી આપીએ તો તેનું લેવલ સારું રહે છે. હાલમાં દવાઓની અસર ઓછી થઈ રહી છે. બાળકીનું ઓછુ વજન, ઓછા મહીને જન્મેલી છે અને જેથી અંદરના અવયવોનો વિકાસ બરાબર થયો નથી, તેને લઈને દવાની અસર ઓછી થઈ રહી છે. હાલમાં નવજાત બાળકીની સ્થિતિ અત્યંત નાજુક છે, પણ હાલ સ્થિર છે. એક રીતે કહીએ તો બાળકીની હાલતમાં સુધારો પણ નથી અને વધુ બગડી રહી પણ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube