મૌલિક ધામેચા/ અમદાવાદ: હિંમતનગરના ઢુંઢર ગામે 14 માસની માસૂમ બાળકી પર ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતિય યુવક દ્વારા બળાત્કાર કરતા સમગ્ર ગુજરાત રાજ્યમાં કામ કરતા પરપ્રાંતિયો સામે રોષ ફાટી નીકળ્યો છે. જેની આગ અમદાવાદ, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં પહોંચી છે. અરવલ્લી જિલ્લામાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદશાનો અને કેન્ડલ માર્ચ યોજાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદનાં કુબેરનગર ITI પાસે પરપ્રાંતીય યુવકને માર મારવાની ઘટના સામે આવી છે. ભૈયાજી હો કહીને અજાણ્યા શખ્સો દ્વારા માર મરાયો હતો. સાયકલ પર જતાં યુવકને રોકી માર મરાતા છ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે સરદારનગર પોલીસે ફરિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી છે. અમદાવાદનાં કુબેરનગર ખાતે આ ઘટના બની હતી.


પોલીસે બુધવારે અને ગુરૂવારે આ પ્રકારના બે કેસ દાખલ કર્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ કે 28 સપ્ટેમ્બરના રોજ એક મજૂરે બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો, ત્યારબાદ રાજ્યમાં પ્રદર્શન થઇ રહ્યા છે. આરોપી મજૂર બિહારનો રહેવાસી છે. નોંધવામાં આવેલા પોલીસ કેસમાં એક ચાંદલોડીયાનો હતો, જ્યાં ટોળાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. 


કહેવામાં આવી રહ્યું છે કે 23 વર્ષનો ઓટોરિક્શા ડ્રાઇવર કેદારનાથ મૂળ યૂપીના સુલતાનપુરનો રહેવાસી છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે લગભગ 25 લોકોએ ચાંદલોડીયા પુલ નજીક તેના પર હુમલો કરવામાં આવ્યો. તેણે જણાવ્યું કે ટોળાએ લારીને ફેંકી દીધી અને લોકો હુમલો કરી રહ્યા હતા. જ્યારે કેદારે ભાગવાનો પ્રયત્ન કર્યો તો તેને રોકવામાં આવ્યો, તેને રિક્શાની વિંડશીલ્ડ તોડી દીધી અને તેને ફટકાર્યો હતો. તેણે એફઆઇઆરમાં જણાવ્યું કે તેની આંગળી તૂટી ગઇ છે અને ખભામાં ફેક્ચર થયું છે. 


પરપ્રાંતિય લોકો ગુજરાત છોડો
તેણે જણાવ્યું કે લોકો બૂમો પાડી રહ્યા હતા કે પરપ્રાંતિય લોકો રાજ્ય છોડે, ગુજરાતી લોકોને બચાવવા જોઇએ. પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે ટોળાએ 8 ગાડીઓ, એક લોડીંગ રિક્શા અને એક ટૂ-વ્હીલર તોડી હતી. કેદારે તેની સાથે મારઝૂડ કરનાર ભીડમાંથી 10 લોકોને ઓળખી લીધા છે, જેમને ગુરૂવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય તેમજ શહેર સહિતના વિસ્તારોમાં 19 જેટલા બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં સ્થાનિકોના રોષનો ભોગ પરપ્રાંતિય બન્યા હોય. જે પૈકી 9 ગુના મહેસાણામાં નોંધાયા, 6 સાબરકાંઠામાં, 3 ગાંધીનગર અને 1 વિરમગામ ખાતે નોંધાયો હતો.