રૂંવાડા ઉભા કરતો ગજબનો કિસ્સો! કૌમાર્ય અવસ્થામાં હિન્દુ યુવતી કરી બેઠી વિધર્મીને પ્રેમ, પતિની એવી રીતે હત્યા કરી કે...
અમદાવાદના ખોખરા વિસ્તારમાં હિન્દુ યુવતીએ વિધર્મી પ્રેમીને પામવા પતિની હત્યા કરી નાંખતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસને જાણવા મળ્યું છે કે 5 વર્ષથી યુવતિને વિધર્મી યુવક સાથે પ્રેમ હતો. આ માટે આરોપી પત્ની રાજકોટથી ઘઉંમાં મુકવાની ઝેરી દવા લાવી હતી.
ઉદય રંજન/અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં એક વિધર્મી યુવકના પ્રેમમાં પાગલ થયેલી પરણીતાએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખવાનો કારસો પોતાના પ્રેમી સાથે મળીને ઘડી નાંખ્યો, ઘઉં માં જીવાત મારવા માટે જે દવાની ગોળીઓ મુકવામાં આવે છે તે ગોળી આપીને માહિલાએ પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ સંદર્ભે ખોખરા પોલીસે અનુરાધા બામણિયા અને તેનો વિધર્મી પ્રેમી ઇનઝમામ ખ્યાર ની ધરપકડ કરીને તપાસ એસ.સી.એસ.ટી સેલને સોંપી દેવાની તજવીજ હાથ ધરી છે.
અંબાલાલ પટેલે ખેડૂતો સહિત લોકોને કર્યા સાવધાન! આગામી 5 દિવસ રહેશે ખુબ ભારે!
પેટમાં દુખાવાની દવા કહીને ઝેરી દવા પીવડાવી દીધી...
મૂળ દાહોદના વતની અને ખોખરા રેલવે લાઈનમાં એક પરણિત યુગલ રહેતું હતું. જેમાં પરણિત મહિલા અનુરાધા છેલ્લા પાંચ વર્ષથી એક વિધર્મી યુવક ઇન્ઝમામ સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો. અને આ બંનેના પ્રેમ સંબંધની જાણ યુવતીના પતિને થઈ જતાં સમગ્ર હત્યાનો પ્લાન વિધર્મી યુવક અને તેની પ્રેમિકાએ એટલે કે મૃતકની પત્નીએ ઘડી નાખ્યો હતો.
વિધર્મી યુવક અને તેની પ્રેમિકાએ ઘડેલા પ્લાન મુજબ આરોપી ઇન્ઝમામ રાજકોટના વતની છે અને તેણે સલફાસ નામની ઝેરી દવા રોહિતને પેટમાં દુખાવાની દવા કહીને પીવડાવી દીધી હતી અને બાદમાં આરોપીએ રોહિતને હાથ અને પગ સેલોટેપ વડે બાંધી દીધા હતા બાદમાં આ ઝેરી દવા ના કારણે રોહિત નું મોત નીપજ્યું હતું.
મોત પહેલાંનો વીડિયો: યુવકે કરૂણ આક્રંદ સાથે ગળેફાંસો ખાધો, સ્યૂસાઇડ નોટમાં લખી કહાની
વર્ષ 2017 માં રોહિત અને અનુરાધાના લગ્ન થયા હતા અને રોહિત રેલવેના ટ્રેક મેન ઈજનેર તરીકે નોકરી કરતો હતો.અને ખોખરા રેલવે કોલોનીમાં પોતાની પત્ની સાથે જીવન ગુજરતો હતો પરંતુ તેની પત્ની એક ગરમી યુવક સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતી તેની જાણ ખુદ રોહિતને પણ નહોતી પરંતુ જ્યારે રોહિત ને પોતાની પત્ની ના ચારિત્ર અંગેની જાણ થઈ ત્યારે રોહિતના પગ નીચેથી જમીન પણ સરકી ગઈ હતી અને બાદમાં રોહિત અને તેની પત્ની વચ્ચે આ બાબતને લઈને તકરારો પણ થતી હતી. મહત્વનો છે કે રોહિત અને અનિરા અનુરાધા ને લગ્નના ઘણા વર્ષો થઈ ગયા હતા તે છતાં તે લોકોને કોઈ સંતાન નહોતું જેના લીધે પણ બંને વચ્ચે મતભેદ રહેતા હતા.
સુરતીઓને કોઈ ના પહોંચે! ગુજરાતમાં બની ચાંદીની પતંગ-ફીરકી, કિંમત જાણીને લાગશે આંચકો!
હાલ ખોખરા પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપી અનુરાધા અને તેના પ્રેમી ઇન્ઝમામ ની ધરપકડ કરી લીધી છે.ત્યારે સમાજમાં ભૂતકાળમાં પણ અગાઉ આવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમાં આવી માનસિકતા ધરાવનાર વિધર્મી યુવકે પરણિત મહિલા ઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી લેતા હોય છે અને આખરે આવા સંબંધોનો અંજામ હંમેશા કરુંણ જ આવ્યો છે તેવું પણ સામે આવી ચૂક્યું છે.