ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના અનેક વિસ્તારમાં અશાંતધારો લાગુ છે. અશાંતધારાનો મુદ્દે શહેરમાં હંમેશાથી ચર્ચામાં રહ્યો છે, આ મુદ્દા પર અમદાવાદી નેતાઓ રાજકારણ પણ કરતાં રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ મુદ્દો ઉછળ્યો છે. સંકલન સમિતિમાં હિન્દુ-મુસ્લિમનો એવો મુદ્દો ઉછળ્યો કે બે ધારાસભ્યોએ એકબીજા પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા. ત્યારે જુઓ અશાંતધારા પર ફરી રાજકારણનો આ અહેવાલ.


  • અમદાવાદમાં ફરી ગાજ્યો અશાંતધારો

  • અશાંતધારાના મુદે ફરી જામ્યું રાજકારણ

  • ધારાસભ્યએ બિલ્ડરો પર લગાવ્યો આક્ષેપ

  • મુસ્લિમોને ફ્લેટ વેચાતા હોવાનો આરોપ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં અશાંતધારાનો મુદ્દો હંમેશાથી ચર્ચામાં રહ્યો છે, ચૂંટણી નજીક આવે ત્યારે તો આ મુદ્દો સૌથી વધારે ચર્ચામાં હોય છે, પરંતુ આ વખતે સંકલન સમિતિની બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ ધારાસભ્ય વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું. સંકલન બેઠકમાં વેજલપુરથી ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે બિલ્ડરો પર પ્રહાર કર્યા. તો કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ હિન્દુ-મુસ્લિમની રાજનીતિ બંધ કરવા ભાજપને સલાહ આપી. અમિત ઠાકરે આક્ષેપ લગાવ્યો કે હિન્દુ વિસ્તારમાં મુસ્લિમોને મોટા પાયે ફ્લેટ વેચાઈ રહ્યા છે. કેટલાક બિલ્ડરો માત્ર રૂપિયા કમાવવા માટે મુસ્લિમોને ફ્લેટ વેચી રહ્યા છે. સાથે જ કહ્યું કે, અઘોષિત રેખા બહાર સ્કીમ મુકતાં હોવાની તેમણે રજૂઆત કરી...આ તરફ ખેડાવાલાએ ભાજપ પર પ્રહાર કર્યા સાથે જ તમામ સ્કીમ કાયદેસર હોવા છતાં તેને રદ કરવાની ખોટી માગણીઓ કરાઈ રહી છે.


  • શહેરમાં ફરી ઉછળ્યો અશાંતધારાનો મુદ્દો 

  • સંકલન બેઠકમાં થયું શાબ્દિક યુદ્ધ!

  • બે ધારાસભ્યના એકબીજા પર પ્રહાર

  • હિન્દુ વિસ્તારમાં મુસ્લિમોને કોણ ઘર વેચે છે?

  • ધારાસભ્યના આક્ષેપનો શું મળ્યો જવાબ?


આ સિવાય પણ સંકલનની બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ. જેમાં અમિત ઠાકરે પોતાના મતવિસ્તારમાં ગેરકાયદે દબાણ, બ્રિજ સહિતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો ખેડાવાલાએ પણ મુસ્લિમ વિસ્તારના કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે જે અશાંતધારાનો મુદ્દો ઉછળ્યો છે તેને પણ તમે સમજી લો...તો જ્યાં અશાંતધારો લાગુ હોય ત્યાં મકાન કે દુકાન વેચવામાં નિયંત્રણ લાગે છે, જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના ટ્રાન્સફર થયેલી મિલકત પર ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી શકે છે, અને વેચાણ દસ્તાવેજ રદ પણ કરાવી શકે છે. 


શું છે અશાંતધારો?


  • જ્યાં અશાંતધારો લાગુ હોય ત્યાં મિલકત વેચવામાં નિયંત્રણ લાગે છે

  • જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે

  • મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે

  • કલેક્ટર ખરીદનાર, વેચનારની સુનાવણી હાથ ધરે છે

  • કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય

  • કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે

  • કલેક્ટર ટ્રાન્સફર થયેલી મિલકત પર સુઓ મોટો દાખલ કરી શકે

  • વેચાણ દસ્તાવેજ રદ પણ કરાવી શકે છે


અમદાવાદના કેટલાક વિસ્તાર હંમેશાથી સંવેદનશીલ રહ્યા છે, પહેલા ઘણીવાર આ વિસ્તારોમાં કોમી રમખાણ ફાટી નીકળતા હતા. તેથી શહેરના હાલ 770 વિસ્તારમાં અશાંત ધારુ લાગે કરાયેલો છે. અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો. 1986માં બનેલો આ કાયદો હાલ ગુજરાતના અનેક શહેરોમાં લાગુ છે.