કોકા કોલા ગુજરાતના આ શહેરમાં 3000 કરોડના ખર્ચે પ્લાન્ટ ઊભો કરશે, નવી નોકરીઓ આવશે
હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસ (HCCB) લિમિટેડ- એ બુધવારે કહ્યું કે તે વિનિર્માણ માટે એક અત્યાધુનિક સુવિધા સ્થાપિત કરવા માટે ગુજરાતમાં 3000 કરોડ રૂપિયાના રોકાણની યોજના ઘડી રહી છે.
હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસ (HCCB) લિમિટેડ- એ બુધવારે કહ્યું કે તે વિનિર્માણ માટે એક અત્યાધુનિક સુવિધા સ્થાપિત કરવા માટે ગુજરાતમાં 3000 કરોડ રૂપિયાના રોકાણની યોજના ઘડી રહી છે. રાજકોટમાં જ્યૂસ અને અન્ય પીણા જેનું 2026 સુધીમાં પરિચાલન શરૂ થવાનું અનુમાન છે.
એક નિવેદનમાં HCCB એ કહ્યું કે આ રોકાણથી એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક પદચિન્હ તૈયાર થવાની આશા છે. જેનાથી ક્ષેત્રમાં પૂરતા આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન મળશે. ગુજરાત સરકારે સમયબદ્ધ રીતે તમામ જરૂરી મંજૂરીઓ, રજિસ્ટ્રેશન, વગેરે મેળવવામાં HCCB ને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વ્યાપક સમર્થનનું આશ્વાસન આપ્યું છે.
અત્રે જણાવવાનું કે HCCB પહેલેથી જ ખેડા જિલ્લાના ગોલબેજ અને અમદાવાદ જિલ્લાના સાણંદમાં સુવિધાઓ સંચાલિત કરી રહ્યું છે. હવે રાજ્યમાં HCCB ની કુલ કર્મચારીઓની સંખ્યા બમણાથી વધુ 1500 થઈ જશે. એક અધિકારીએ કહ્યું કે અમે આ પ્રોજેક્ટને ક્ષેત્રીય વિકાસ માટે ઉત્પ્રેરક, સ્થાનિક પ્રતિભાઓ માટે નવી તકો લાવનાર અને ગુજરાતની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરવાના સ્વરૂપે જોઈએ છીએ.
HCCB સમગ્ર ભારતમાં 16 કારખાનાનું સંચાલન કરે છે. જ્યાં તે સાત શ્રેણીઓ હેઠળ 60 ઉત્પાદનો બનાવે છે. 31 માર્ચ 2023ના રોજ સમાપ્ત નાણાકીય વર્ષ માટે HCCB એ પોતાના પરિચાલનથી 12,735.12 કરોડનું રાજસ્વ મેળવ્યું.