બુરહાન પઠાણ/આણંદ :દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પકડાવો અને દારૂની મહેફિલ પકડાવવી હવે સામાન્ય બાબત બની ગઈ છે. આણંદમાં માનપુરાના મોડી રાતે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ પકડાયા છે. ગ્રીન ટોન નામના ફાર્મ હાઉસમાં આંકલાવ પોલીસે રેડ પાડી વડોદરાના 15 યુવકો અને 10 યુવતીઓને પકડ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવનાં માનપુરામાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. આંકલાવના માનપુરા ગામનાં ફાર્મ હાઉસ દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી પોલીસને બાતમી મળી હતી જેના બાદ પોલીસે રેડ પાડી હતી. ત્યારે માનપુરાનાં ગ્રીન ટોન ખાનગી ફાર્મ હાઉસ દારૂની મહેફિલ ઝડપાઈ હતી. બર્થ ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા શ્રીમંત પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપાઈ છે. સાથે જ તેમની પાસેથી દારૂની 10 બોટલો પણ મળી આવી હતી. તમામ નબીરાઓની આંકલાવ પોલીસ ધરપકડ કરી છે. દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓ વડોદરાના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. 


આ પણ વાંચો : ખુલ્લેઆમ ફરતા દીપડાઓનો ડાંગની પ્રકૃતિ પૂજક પ્રજાને કોઈ ભય નથી! આ પાછળ છે તેમની એક માન્યતા


આણંદના સોજીત્રાનાં ભાજપમાં ભડકો
ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓમાં અંદરોઅંદર હોડ જામી છે. આણંદના સોજીત્રા નગર પાલિકાના ભાજપના 5 કાઉન્સિલરોએ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે. સોજીત્રામાં ભાજપના 5 કાઉન્સિલરો દ્વારા પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા છે. સંગઠનનાં હોદ્દેદારો દ્વારા બદનામ કરાતા હોવાનું કારણ આપીને રાજીનામા આપવામાં આવ્યાં છે. સોજીત્રામાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કાઉન્સિલરોની નારાજ સામે આવી છે. જેથી ભાજપના 5 સભ્યોએ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા આપ્યાં.


આ પણ વાંચો : ઘરમાં આ સંકેતો વારંવાર મળે તો સમજો પૂર્વજો તમારાથી નારાજ છે


ભાજપમાંથી રાજીનામાં આપનાર સભ્યો


  • કોકિલાબેન લક્ષ્મણભાઇ 

  • રાહુલભાઈ અશોકભાઈ 

  • જીગ્નેશભાઈ પટેલ 

  • ઉન્નતિબેન ધર્મેશભાઈ રાણા 

  • કલ્પનાબેન મકવાણા