ગૌરવ દવે/ રાજકોટ : રાજકોટ (Rajkot) નજીક આવેલ હીરાસર ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ (Hirasar International Greenfield Airport) 2023 સુધીમાં કાર્યરત કરવામાં આવશે. રાજકોટ (Rajkot) નજીકનું વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ બનનાર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાત (International Airport Gujarat)ના પરિવહન ક્ષેત્રના વિકાસની સાથે નાગરિક સુવિધાઓને નવી દિશા આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ - અમદાવાદ (Rajkot-Ahmedabad) નેશનલ હાઈવે પર હિરાસર નજીક 1025 હેકટરની વિશાળ જમીન પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે નવું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના આ પ્રોજેકટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર લોકનાથ પાધેએ જણાવ્યું કે પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનું છે. જે ઓગસ્ટ 2022 સુધીમાં પુર્ણ થશે. જયારે ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. જે ટુંક સમયમાં શરૂ થશે અને ડીસેમ્બર 2022 સુધીમાં પુર્ણ કરી માર્ચ 2023 સુધીમાં પ્રોજેકટ લોંચ કરી દેવાનો લક્ષ્યાંક છે. કુલ 1400 કરોડનો પ્રોજેકટ સાકાર થવા જઇ રહયો છે.


ખાડા ટેકરા હોવાથી લેવલીંગ પડકારજનક
કંપનીના સર્વે મેનેજર રમેશકુમાર મીનાએ કહ્યું કે આ જગ્યા ઉપરની જમીન ખૂબ જ ખાડા ટેકરા વાળી હોવાથી અમારા માટે આ ઉબડખાબડ જમીનનું લેવલીંગ કરવાનું કાર્ય પડકારજનક હતુ. કોઈક સ્થળે 12 થી 14 મીટર જમીન ઊંચી - નીચી હોવાથી મોટા પાયે મશીનરી મેનપાવર મૂકીને તેના લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં પણ આ કામગીરી અટકી નથી. 

Anand માં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ: શહેર બોટમાં ફેરવાયું, મેઘરાજાએ કર્યા ખમૈયા


એરપોર્ટમાં આટલી પહોળાઈનો રહેશે રન-વે
પ્રોજેક્ટ અંગે મળેલી વિગતો મુજબ 3040 લંબાઈના વન વેમાં 45 મીટર પહોળાઈ અને બંને છેડે 10 મીટરનો સોલ્ડર અંદાજે 60 મીટર પહોળો રહેશે. એપ્રોન એરિયા (પ્રવાસીઓને ફ્લાઈટમાં ચડવા ઉતરવા માટેની જગ્યા) ની કામગીરી થઈ ગઈ છે, જેનો વિસ્તાર 354 X 152 મીટર રહેશે. પેરેલલ ટેક્સી ટ્રેક ત્રણ લિન્ક થી જોડાયેલ છે, જેનું કામ પણ 90 ટકા પૂર્ણ થયેલ છે. જયારે ગ્રેડિંગ વર્ક 50 ટકા થઇ ગયું છે. એરપોર્ટ મથક (Airport) ની ફરતે બાઉંટ્રી વોલ 27 કિ.મી ની રહેશે જેમાં સાત કિલોમીટરનું કામ પૂર્ણ થઇ ગયું છે. એ પહેલા ઓપરેશન વોલ પણ અંદાજે 11 થી 14 કિલોમીટરની રહેશે. 

રાજ્યમાં વરસાદને લઇને મોટા સમાચાર, મહત્વના છે આગામી 26 કલાક


વોચ ટાવર, ફાયર સ્ટેશન, એન્ટ્રી માર્ગની સુવિધા
સમાંતર ડામર રોડ અને વોચ ટાવરો પણ ઉભા કરાશે. મોટું ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. ટ્રેકને ટ્રાફિક મુક્ત કરવા માટે આઇસોલેટેડ ઝોન પણ બનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ નેશનલ હાઇવે ટચ એપ્રોચ રોડ અને ત્યાંથી અંદાજે ત્રણ કિલોમીટર બંને સાઇડ એન્ટ્રી માર્ગ પર પ્લાન્ટેશન અને વિશાળ પાર્કીંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

સિઝનના પ્રથમ વરસાદે જ પૂરમાં તણાયા માતા-પુત્રી, માતાનો બચાવ પુત્રી ડૂબી જતાં મોત


આટલો મેનપાવરનો કરાઈ રહ્યો છે ઉપયોગ
હિરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણની કામગીરીમાં 250 થી વધુ એન્જિનિયર અને અન્ય કર્મચારીઓ મળી 1300 થી વધુ મેન પાવર તેમજ 100 થી વધુ ડમ્પર અને 250 થી વધુ ડ્રાઇવર કામ કરી રહયા છે. સમગ્ર પ્રોજેક્ટ પર દેખરેખ અને ફોલોઅપ તેમજ આ કામ સમય મર્યાદામાં થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સિનિયર અધિકારીઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube