ભારે કરી! ગુજરાતમાં ઘી, મિઠાઈ, મસાલા બાદ હવે નકલી વિદેશી દારૂ, ઝડપાઈ આખી ફેકટરી
મોરબી જીલ્લામાં વર્તમાન સમયમાં માંગો તે નાસાની વસ્તુ મળી રહે તેવો ઘાટ છે. ત્યારે દારૂની બોટલ જયાંથી અને જે રીતે મળે તે રીતે ઊંચી કિંમત આપીને પણ પ્યાસીઓ દારૂની બોટલો મેળવીને નસો કરતાં હોય છે.
હિમાશું ભટ્ટ/મોરબી: ગુજરાતમાં દારૂ બાંધી છે તો પણ દર વર્ષે રાજ્યના જુદાજુદા જિલ્લામાંથી લાખો નહીં કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ છે અને પીવાઇ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ખાસ કરીને ગુજરાતમાં જે દારૂ આવે છે તે મોટાભાગે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગોવા વિગેરે સેંટરોમાંથી આવે છે. જો કે, બહારથી દારૂ મંગાવવામાં આવે તો પકડવાનો ડર છે છે. જેથી કરીને હરિયાણાના એક શખ્સે મોરબીના રફાળેશ્વર પાસે આવેલ જીઆઇડીસીમાં ગોડાઉન ભાડે રાખીને ત્યાં જ નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ચાલુ કરી દીધી હતી. જેને પકડવામાં આવી છે અને 15.65 લાખનો મુદામાલ કબજે કરીને પોલીસે 11 આરોપીની ધરપકડ કરી છે.
દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી
મોરબી જીલ્લામાં વર્તમાન સમયમાં માંગો તે નાસાની વસ્તુ મળી રહે તેવો ઘાટ છે. ત્યારે દારૂની બોટલ જયાંથી અને જે રીતે મળે તે રીતે ઊંચી કિંમત આપીને પણ પ્યાસીઓ દારૂની બોટલો મેળવીને નસો કરતાં હોય છે. જો કે, ઊંચી કિંમત આપીને લીધેલ દારૂની બોટલ અસલી છે કે નકલી તે કોઈને ખબર હોતી નથી તે હકકીત છે. તેવામાં મોરબી એલસીબી ટીમે બુધવારે મોડી રાતે રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે ત્યાં નકલી વિદેશી દારૂ બનાવની ફેકટરી ધમધમી રહી હતી. જો કે, હરિયાણાના શખ્સ દ્વારા કેટલા સમય પહેલાથી રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું ? કેટલા સમયથી ત્યાં ડુપ્લીકેટ વિદેશી દારૂની બોટલો ભરવા માટેનું કામ ચાલુ હતું ? નકલી દારૂના આ કૌભાંડની અંદર સ્થાનિક લોકો પણ સંડોવાયેલા છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવે તો કેટલી ચોંકાવનારી માહિતી સામે આવે તેમ છે ?
દ્રવ્યોને ભેગા કરીને નકલી દારૂ બનાવવામાં આવતો
જે જગ્યા ઉપર પોલીસે રેડ કરી હતી ત્યાંથી હાલમાં પોલીસે હાલમાં જુદીજુદી બ્રાન્ડની નકલી દારૂ ભરેલી ૨૮૩૨ બોટલ જેની કિંમત ૧૦,૬૨,૦૦૦ તેમજ બનાવટી ઈંગ્લીશ દારૂનું પ્રવાહી ૨૫૦૦ લીટર જેની કિંમત ૧,૨૫,૦૦૦ તેમજ જુદી જુદી દારૂનો ખાલી કાચની બોટલ, ઢાંકણા, પેકીંગ મશીન, સ્ટીકર, કેમિકલ પાવડર તેમજ ૬ મોબાઈલ મળીને પોલીસે ૧૫,૬૫,૩૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને જે દ્રવ્યોને ભેગા કરીને નકલી દારૂ બનાવવામાં આવતો હતો તેના એફએસએલની ટિમ દ્વારા સેમ્પલ પણ લેવામાં આવેલ છે. આ ગોડાઉન હરિયાણાના સિરસા રહેવાસી સુરેશકુમાર આત્મારામ ડુકીયાએ ભાડે રાખ્યું હતુ અને ત્યાં નકલી દારૂની બોટલો ભરવા માટેની કામગીરી કરવા માટે પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખવામા આવ્યા હતા અને જે ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું છે તે ગોડાઉનના માલિકને ત્યાં ડુપ્લિકેટ દારૂ બનાવવા માટેની કામગીરી ચાલુ છે કે કેમ તે બાબતની જાણ હતી કે કેમ? તે દિશામાં જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે તો તેમાં પણ કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતાઓ સેવા રહી છે.
પોલીસે 11 આરોપીની ધરપકડ
હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગ્યા ભાડે રાખનાર સુરેશકુમાર આત્મારામ ડુકીયા રહે. સીરસા (હરીયાણા) તેમજ સ્થળ ઉપરથી પકડાયેલ બિશ્ર્વજીત સાદુરામ રામસહાય જાટબ અનુ.જાતી (૨૭), ચન્દ્રપકાશ હેતરામ રામદયાલ જાટબ અનુ.જાતી (૨૪) રીંકુ શિવપાલ રગુનાથ કશ્યપ જાતે અનુ.જાતી (૧૯), રંજીત રોહનલાલ રામસાહય જાટવ જાતે અનુ.જાતી (૧૯), રાજકુમાર અઝઝુદીલાલ કેસરી ધોબી જાતે અનુ.જનજાતી (૨૭), રવિ જયરામ કોમીલ જાટબ જાતે અનુ.જાતી (૨૮) લીલાધર ધરમપાલ મેવારામ જાટબ જાતે અનુ.જાતી (૨૨), નિલેશ ગજેન્દ્રપાલ નોખેલાલ રાઠોડ (૨૩), ધર્મેન્દ્ર જંગબહાદુર નથ્થુ કશ્યપ જાતે અનુ.જાતી (૨૨) રહે. આરોપી નં-૨ થી ૧૦ સુધીના હાલ જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્ર્વર રેલ્વે ફાટક પાસે રફાળેશ્ર્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનની ઓરડીમાં મુળ ગામ સિઉરા ગામ પોસ્ટ મીરાનપુર કટરા થાના કટરા જિલ્લો સાહજહાપુર (ઉતરપ્રદેશ) અને સચીનકુમાર સન્તરામ રામઅંજોર કોરી જાતે અનુ.જાતી (૨૮) રહે. મુળ પુરે હ્યદય કા પુરવા, ગાજીપુર, થાના રામગંજ તાલુકો અમેઠી (ઉતરપ્રદેશ) તેમજ બલવાનસિંહ દોલતસિંહ કમોતસિંહ ચૌહાણ જાતે ઠાકોર (૫૩) રહે. મુળ ગામ ગ્વાલીયર પ્રસાદનગર, સંદિપવિધ્યાલયની બાજુમાં ચાર શહરકા નાકા ગીર્દ (મધ્ય પ્રદેશ) મુળ ઉચાડ તાલુકો ઇન્દરગઢ (મધ્ય પ્રદેશ) વાળાની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને તે પૈકીનાં ૧૧ આરોપીઓને પકડી લેવામાં આવેલ છે.
અગાઉ નકલી રેમડીસીવરનું કૌભાંડ પકડાયું હતું
અગાઉ મોરબી જિલ્લામાંથી જ નકલી રેમડીસીવરનું કૌભાંડ પકડાયું હતું અને હાલમાં નકલી વિદેશી દારૂનું કૌભાંડ પણ મોરબી જિલ્લામાંથી જ પકડાયું છે આમ મોરબીની અંદર દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે એલસીબીની ટીમે હાલમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઉપર રેડ કરીને નકલી દારૂ બનાવ માટે ઉપયોગમાં લેવામાં આવતો સમાન અને ફેક્ટરીમાંથી ૧૧ મજૂરીનો ધરપકડ કરેલ છે જો કે, ગોડાઉન ભાડે રાખનાર મુખ્ય સૂત્રધારને પકડવા માટે તજવીજ ચાલી રહી છે હાલમાં ૧૫.૬૫ લાખનો મુદામાલ કબ્જે કરીને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.