મહામહિમ મંગુભાઇ: રત્નકલાકારથી રાજ્યપાલ સુધીની રોચક સફર, કાર્યકર્તાઓમાં ખુશી
જિલ્લા ભાજપના શરૂઆતના કાર્યકરો પૈકીના એક અને પૂર્વ વનમંત્રી મંગુભાઇ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. એક ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવતા અને રત્નકલાકાર તરીકે જીવન નિર્વહન કરનાર મંગુભાઇ રાજકારણમાં આવ્યા તેની વાત પણ ખુબ જ રોચક છે.
નવસારી : જિલ્લા ભાજપના શરૂઆતના કાર્યકરો પૈકીના એક અને પૂર્વ વનમંત્રી મંગુભાઇ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. એક ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવતા અને રત્નકલાકાર તરીકે જીવન નિર્વહન કરનાર મંગુભાઇ રાજકારણમાં આવ્યા તેની વાત પણ ખુબ જ રોચક છે.
નવસારી જિલ્લાના ભાજપના પાયાના કાર્યકરો પૈકીના એક અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ નિયુક્ત થયા છે. આ સમાચારની તેમના પરિવાર અને ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમને વિવિધ પદાધિકારીઓ અને નેતાઓ દ્વારા પણ ટેલિફોનિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
રત્નકલાકાર તરીકેના સામાન્ય જીવનમાંથી સુધરાઇના સભ્ય અને ત્યાર બાદ ધારાસભ્યમાંથી મંત્રી બનેલા મંગુભાઇ પટેલ હવે રાજ્યપાલના ઉચ્ચપદે પહોંચ્યા છે. નવસારી શહેરના જૂનાથાણા નજીકના શ્રમિક પરિવારમાં ઉછરેલા મંગુભાઇએ 25 વર્ષની ઉંમરે જ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
પહેલીવાર નવસારી સુધરાઇના વોર્ડનંબર 2માંથી સુધરાઇના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી. સુધરાઇની ચૂંટણી નવસારી સમિતીના નેજા હેઠળ લડાઇ લડે છે. જેની ઉમેદવારી પૂર્વે તેમને ચૂંટણી લડવાની ના પાડી હતી. જો કે બાદમાં ચૂંટણી લડ્યા હતા જેમાં હાર મળી હતી. જેથી બીજી ટર્મમાં મંગુભાઇ જીતી ગયા અને પછી તો તેમની કારકિર્દી ખુબ જ ઝડપથી આગળ વધતી ગઇ.
મંગુભાઇ વર્ષ 1990માં પહેલીવાર નવસારી વિધાનસભામાંથી ધારાસભ્ય બન્યા બાદ સતત 27 વર્ષોથી ધારાસભ્ય રહી ચુક્યા છે.જેમાં 5 ટર્મ નવસારી અને 1 ટર્મ ગણદેવીના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. જો કે વર્ષ 2017 માં ઉંમર બાધના કારણે મંગુભાઇને ધારાસભ્યપદ ગુમાવવું પડ્યું હતું. જેમાં પ્રથમ રાજ્યકક્ષાના અને ત્યાર બાદ કેબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે. ખાસ કરીને આદિવાસી નેતા તરીકે તેઓ સારી પકડ ધરાવે છે. રાજ્યકક્ષાના અને ત્યાર બાદ કેબિનેટ મંત્રી રહ્યા હતા. તેઓ ગુજરાતના પૂર્વ વનમંત્રી તરીકેની તેમની કારકિર્દી ગુજરાત હંમેશા યાદ રહેશે.
વનબંધુ કલ્યાણ યોજના અને સિક્સલેન એનિમિયા નાબુદી માટેની કામગીરી તેમની સિદ્ધિ નવસારીમાં જનસંઘથી ભાજપના સક્રિય કાર્યકર રહેલા પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલ ગુજરાતની મોદી સરકારમાં શરૂઆતથી જ રહ્યા હતા. ગુજરાત મોડેલમાં આદિવાસીઓનાં ઉત્થાન માટે મહત્વની યોજના સાબિત થયેલી વનબંધુ યોજના મંગુભાઇ પટેલનો જ વિચાર હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube