મૌલિક ધામેચા/અમદાવાદ : ક્ષણિક આવેશમાં ભરેલું એક પગલું ક્યારેક તમને મોટા નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં વધુ પડતો ગુસ્સો ક્યારેક વ્યક્તિને એવું પગલું ભરાવે છે કે, તેની આખી જિંદગી જેલના સળિયા પાછળ રહેવાનો વખત આવે છે. આવો એક બનાવ કલોલમાં એક માસ અગાઉ બન્યાનું સામે આવ્યું હતું. પાડોશી સાથેના ઝઘડામાં પાડોશી યુવકે  હત્યા કરી ફરાર થઇ ગયેલા શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરનાં  કલોલ વિસ્તારમાં એક માસ અગાઉ હત્યાનો બનાવ બન્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી: પીપાવાવના ગેસ્ટહાઉસમાં દારૂની મહેફીલ માણી રહેલા 3 કસ્ટમ અધિકારીઓ ઝડપાયા


ઘટનાની હકીકત એવી છે કે, બે પાડોશીઓ વચ્ચે અવારનવાર નાની બાબતોમાં ઝઘડો થતો હતો. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જોકે આ ઝઘડાથી કંટાળીને આસિફ શેખ તેનો ભાઈ નૂર મોહમ્મદ શેખ એ તેના મોહમ્મદ આરીફની સાથે મળીને પાડોશી યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. 11મી નવેમ્બરના દિવસે પોલીસને કલોલના સહિત બ્રિજ નજીકથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરીને આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. જે ગુનામાં આરોપી આસિફ શેખ ફરાર હતો. 


અમેરિકા: કડીના આધેડની લૂંટારૂઓએ ગોળી મારીને હત્યા કરી, માત્ર પુરાવા માટે લીધો એક જીવ


જેણે મૃતક ને છરીના ઘા માર્યા હતા. બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચે તેની ઈસનપુર ચાર રસ્તા નજીકથી ધરપકડ કરી છે. આરોપીઓએ ભેગા મળીને મૃતક આમિર શેખને રિક્ષામાં બેસાડી બનાવવાળી જગ્યા એ લઈ ગયા હતા. માર મારી ગળું કાપી તેની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. આરોપી આ સિવાય અમદાવાદ શહેરના અન્ય બે ગુનામાં પણ ફરાર હતો. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી અગાઉ પણ લૂંટફાટ અને શરીર સંબંધી ગુનામાં પકડાઇ ચૂકેલ છે. અગાઉ પોલીસે તેની આ પ્રકારનાના ૧૩ જેટલા ગુનામાં ધરપકડ કરી હતી. અને લગભગ સાત વખત અલગ અલગ જગ્યાએ પાસા પણ ભોગવી ચૂક્યો છે. તેમજ તડીપાર પણ થયો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube