ભાગનગરમાં ગેંગરેપના કેસમાં કોર્ટનો ઔતિહાસિક ચુકાદો, ત્રણ આરોપીને ફટકારી આજીવન કેદની સજા
રાજ્યમાં દુષ્કર્મના કેસોમાં થઇ રહેલા સતત વધારાને લઈને ભાવનગર કોર્ટે આવી ઘટના સામે લાલ આંખ કરી એક મહત્વપૂર્ણ ચુકાદો માત્ર ઘટનાના બાવન દિવસમાં આપી આવું કૃત્યને અંજામ આપતા લોકોને એક ચેતવણી આપી છે.
નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર શહેરના કાળીયાબીડના ભગવતી સર્કલ વિસ્તારમાં ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ એક સગીરાનું કારમાં અપહરણ કરી અને ગેંગરેપ આચરવાની ઘટનામાં ઝડપાયેલા 3 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ બનાવમાં મહત્વની બાબત કે જેમાં ભાવનગર પોલીસે ઘટનાના 24 કલાકમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી તેમજ કોર્ટે માત્ર 52 દિવસમાં 12 હિયરીંગમાં આ ઘટનામાં ચુકાદો આપી ત્રણેય આરોપીઓને જીવે ત્યાં સુધી જેલમાં રહેવા એટલેકે આજીવનકેદની સજા ફટકારી આવી ઘટનામાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
રાજ્યમાં દુષ્કર્મના કેસોમાં થઇ રહેલા સતત વધારાને લઈને ભાવનગર કોર્ટે આવી ઘટના સામે લાલ આંખ કરી એક મહત્વપૂર્ણ ચુકાદો માત્ર ઘટનાના બાવન દિવસમાં આપી આવું કૃત્યને અંજામ આપતા લોકોને એક ચેતવણી આપી છે. ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારના ભગવતી સર્કલમાંથી એક સગીરાએ ત્રણ ઇસમોએ ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ લલચાવી ફોસલાવી ઇક્કો કારમાં ત્રાપજ ગામે લઇ જઈ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઇ માત્ર 24 કલાકમાં ચાર્જશીટ ફાઈલ કરી એક નવો ઈતિહાસ રચ્યો હતો.
આ પણ વાંચોઃ યુવરાજસિંહ જાડેજાની ગાડીમાં લાગ્યો હતો કેમેરો, પોલીસ પર ગાડી ચડાવવાની આખી ઘટના કેદ
જયારે આ ઘટનામાં કોર્ટે પણ માત્ર બાવન દિવસમાં 12 હિયરીંગ કરી સરકારી વકીલોની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આ ઘટનાના ત્રણેય આરોપીઓ મનસુખ ભોપા સોલંકી- સંજય છગન મકવાણા અને મુસ્તુકા આઇનુલહક ને જીવે ત્યાં સુધી જેલની સજા એટલેકે આજીવન કેદની સજા ફટકારી જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. તેમજ પોક્સો હેઠળ ભોગ બનનાર સગીરાને 6 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube