ભુજમાં ફરી ઈતિહાસ સર્જાશે, આરોહી પંડિત એર ઈન્ડિયાના એરક્રાફ્ટમાં ભુજથી ઉડાન ભરશે
- 15 ઓકટોબરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ભુજથી જુહુની ઉડાન ભરશે
- બે મહાસાગર પાર કરનારી આરોહી પંડિત ફ્લાઈટની ઉડાન ભરશે
- આરોહી પંડિતનું માધાપરના હનુમાન મંદિર ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું
- આરોહી પંડિતના હસ્તે માં અંબેની આરતી ઉતારવામાં આવી
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :89 વર્ષ પૂર્વે 15 ઓક્ટોબર 1932ના રોજ ટાટા કંપનીના જનક જેઆરડી ટાટા (JRD Tata) એ ટાટા એર સર્વિસની પ્રથમ ફ્લાઇટ કરાંચીથી જુહુનો પ્રારંભ કર્યો હતો. આ ઐતિહાસિક (history) ઘટનાનું પુનરાવર્તન હવે ફરી થશે. બે મહાસાગર પાર કરનારી આરોહી પંડિત 15 ઓકટોબરે એર ઈન્ડિયાનું એરક્રાફ્ટની ભુજથી જુહુની ઉડાન ભરશે.
જેઆરડી ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મહાસાગરો પ્લેન (Air India) દ્વારા પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિત (Aarohi Pandit) સોમવારે ભૂજ (Bhuj) આવી પહોંચ્યા છે. ત્યારે ભૂજ નજીકના માધાપર ખાતેના પાટ હનુમાનજી મંદિરમાં તેમનું ટ્રસ્ટીગણ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોહીએ સર્વેનો આભાર વ્યક્ત કરી માતાજીની મૂર્તિની આરતી ઉતારી સફળતાની કામના કરી હતી.
આ પણ વાંચો : વડોદરા : પત્ની-દીકરીના હત્યારા પતિએ ગૂગલ અને યુટ્યુબ પર ઝેરી દવાઓ વિશે સર્ચ કર્યું હતું, પછી ખેલ પાડ્યો
જિલ્લા મથક ભુજ સમીપે આવેલા માધાપર ગામના પાટ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી નવરાત્રિ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત આરોહી પંડિત (Aarohi Pandit) ના હસ્તે મા અંબેની આરતી ઉતારવામાં આવી હતી. તેમની સાથે માધાપરની 1971ના યુદ્ધમાં એરસ્ટ્રીપ (Bhuj The Pride of India) તૈયાર કરનારી વિરાંગનાઓ પણ જોડાઈ હતી. જેમણે કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોના વોરિયર તરીકે પણ ફરજ બજાવી હતી. આરતી બાદ પાટ હનુમાનજી મંદિર સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ ખોખાણી દ્વારા આરોહી પંડિતનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બહેનો વડીલોએ અભિનંદન સાથે આગામી એર ટ્રીપ માટે તેમને શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો : કચ્છનો 350 વર્ષનો ઇતિહાસ બદલાયો, માતાના મઢમાં પહેલીવાર કોઈ મહારાણીએ ઝોળી ફેલાવી પતરી વિધિ કરી
બે મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિત આગામી 15 ઓક્ટોબરના રોજ ભૂજથી જુહુ માટેની ઉડાન ભરશે. માધાપર ખાતેના ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા આરોહી પંડિતે પોતાના સન્માન બદલ સર્વેનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, 2017માં તેમણે પ્લેન ઉડાવતા શીખ્યું અને આગળ જતાં મને બે મહાસાગરને પાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આવુ જ સૌભાગ્ય ફરી મને મળી રહ્યું છે, જેમાં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે આપણા એરફોર્સને મદદરૂપ થનારા વીરાંગનાઓનું મારા હસ્તે સન્માન થવાનું છે. હું ખુદને ખુશનસીબ માનું છુ. આ દરમ્યાન તેમની ભૂજ ટુ જુહુ એર ટ્રીપ માટે તેઓ અતિ ઉત્સાહિત અને રોમાંચિત હોવાનું જાણવા મળ્યું હતું.