ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ શહેર... અને આ શહેરની સાથો-સાથ તેનો ઈતિહાસ પણ નિરાળો છે. તેના નામ સાથે જુદી-જુદી દંતકથાઓ જોડાયેલી છે. આશરે સન્ 1000-1100 દરમિયાન સિદ્ધરાજ જયસિંહના પિતા અને ભીમદેવ સોલંકી ના પુત્ર કર્ણદેવે સાબરમતીના તીરે 'આશાવલ' શહેર વસાવ્યું હતું. સન 1030ની અલ્બેરુની કિતાબ ઉલ-હિન્દમાં આશાવલ્લી શહેરનો ઉલ્લેખ છે. સન 1074 માં કર્ણદેવે આશાવલ્લી કે આશાવલ જીતી પોતાના નામ પરથી કર્ણાવતી નગરી વસાવી. જોકે ત્યાર બાદ કઈ રીતે કર્ણાવતીમાંથી અહમદાબાદ બન્યુ એ કહાની સાથે એક દંતકથા પણ જોડાયેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતનું આ સ્થળ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક, અહીં એકાંત માણવા આવે છે પ્રેમીઓ
આ પણ ખાસ વાંચોઃ  અમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રાત્રે તૂટી જતો, બાદશાહ સામે બાબા કાંચની બોટલમાં ગયા


"જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા"
એવું કહેવાય છેકે, એક સમયે જ્યારે અહમદશાહ બાદશાહ સાબરમતી નદી પાસેની આ શહેરની ધરતી પરથી પસાર થઈ રહ્યાં હતા, ત્યારે તેમણે એક દ્રશ્ય જોયું અને જોઈને ચોંકી ગયા અને બસ ત્યાર બાદ તેઓ તેઓએ અહીં જ વસી જવાનું નક્કી કર્યું. તમને થશે કે, એવું તો શું જોયું હશે. અમદાવાદ વિશે કહેવાય છેકે, જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહ ને શહેર બસાયા,,, અસલમાં અહમદશાહ બાદ શાહે એક સસલાને કુતરા સાથે લડતા જોયો. સામાન્ય રીતે સસલું ડરપોક હોય અને કુતરું તેને ફાડીને ખાઈ જાય. પણ અહીં સસલું ડરવાને બદલે કુતરા પર હુમલો કરી રહ્યું હતું તેની સામે પ્રતિકાર કરી રહ્યું હતું. 


આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ ગામમાં કુતરા પણ છે કરોડપતિ! અહીં કુતરાઓના નામે છે કરોડોની રોડ ટચ જમીન આ પણ ખાસ વાંચોઃ   સોનાની દિવાલો, પર્સનલ પાર્લામેન્ટ, એરપોર્ટ ખોલે તો નવાઈ નહીં! ગુજરાતનું અનોખું ગામ
​આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ ગામમાં કોઈ ઘરમાં નથી બનતું જમવાનું, કેમ એક પણ ઘરે નથી સળગતો ચૂલો?


સસલાએ જે રીતે જે હોંશલાથી કુતરાનો પ્રતિકાર કર્યો તો કુતરું પણ ત્યાંથી ભાગી ગયું. આ દ્રશ્ય જોઈને બાદશાહને લાગ્યું કે, આ ધરતીમાં જ કંઈક વિશેષ શક્તિ છે તેના કારણે જ સસલું કુતરાની સામે લડવાની તાકાત ધરાવે છે. બસ, એ દ્રશ્ય જોઈને જ બાદશાહે આ ધરતી પર શહેર વસાવવાનું નક્કી કર્યું. ત્યારથી એ કહેવાત પણ પ્રચલિત બની ગઈ કે, "જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા". બસ આ રીતે બાદશાહ પોતે જ અહીં વસી ગયા અને તેમણે પોતાના નામ અહેમદશાહ પરથી અહેમદાબાદ નામ આપ્યું. જે બાદમાં અપભંશ થઈને અમદાવાદ થઈ ગયું. 


આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના કયા રાજાના રાજમાં લેવું પડતું સાઈકલ માટે લાઈસન્સ? કયા 14 નિયમો હતા ફરજિયાત? આ પણ ખાસ વાંચોઃ  Uk, US, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા વાળા પણ બે હાથે ખાય છે અમદાવાદના આ નાસ્તા આ પણ ખાસ વાંચોઃ  એવી ઈમારત જેની સામે બધા એન્જિનિયર છે ફેલ, કેમ એક ઝૂલે તો ઝૂલે છે બીજો મિનારો?


ઉલ્લેખનીય છેકે, સન્ 1411 માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. અમદાવાદની સ્થાપના વિશે એક દંતકથા એમ પણ છે કે જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારની લટાર મારવા નીકળ્યા ત્યારે આ વિસ્તારમાં ફરતા સસલાએ સુલતાનના શિકારી કુતરાથી ડરવાને બદલે તેનો સામનો કર્યો. સસલાની આ બહાદુરી જોઈને સુલતાને વિચાર કર્યો કે જે વિસ્તારના સસલા આટલા બહાદુર છે ત્યાંના માણસો કેવા હશે અને સુલતાને અહીં પોતાનું પાટનગર સ્થાપ્યુ. 


આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતમાં અહીં 7 અજાયબીઓ સાથે છે જંગલ સફારી, એડવેન્ચર, વોટર પાર્ક...બીજું ઘણું બધુ
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ ચમત્કારી મંદિરના દર્શનથી પુરી થાય છે મનોકામના, હાજરાહજુર છે બજરંગબલી
આ પણ ખાસ વાંચોઃ  1001 શિવલિંગ સાથે ગુજરાતનું છે આ ચમત્કારિક મંદિર, સ્વયં પ્રગટ થયા છે ભૂતનાથ મહાદેવ


અમદાવાદ નામ કઈ રીતે પડ્યું?
કુતરા સામે લડતા સસલા અને તેની બહાદૂરીના કાયલ થઈને અહમદ શાહે સાબરમતી નદીના કિનારે પોતાના નામ પર એક શહેર વસાવ્યું. જેનું નામ આપ્યું અહમદાબાદ. પછી આ શહેરનું નામ 'અહમદાબાદ' તરીકે જાણીતું થયું. સમય જતાં તે અપભ્રંશ થઇને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું. સન 1411ની 26મી ફેબ્રુઆરીએ અહમદશાહ બાદશાહે હાલના એલીસબ્રીજ પાસે માણેક બુરાજની ખાંભી લગાવીને સાબરમતીના તટે અમદાવાદ શહેરનો પાયો નાંખ્યીઓ અને નગર વસાવ્યું.