ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધી મંત્રીમંડળ સામે દાખલ થયેલી અવિશ્વાસની દરખાસ્તની તવારીખ
ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં અત્યાર સુધી 28 વખત મંત્રીમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે, વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળ સામે આ પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ છે
ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળ સામે વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા શૈલશ પરમારે દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઈ છે. રાજ્યનું મંત્રીમંડળ વહીવટના તમામ મોરચે નિષ્ફળ ગયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. હવે જો અધ્યક્ષ આદેશ આપશે તો બે દિવસમાં તેને ગૃહમાં રજુ કરવામાં આવશે. વિધાનસભાના નિયમ 106 અંતર્ગત આ દરખાસ્ત દાખલ કરાઈ છે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં અત્યાર સુધી કુલ ૨૮ વખત મંત્રીમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ છે. આ ૨૯મી અવિશ્વાસની દરખાસ્ત છે.
ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધી મંત્રીમંડળ સામે દાખલ થયેલી અવિશ્વાસની દરખાસ્તની તવારીખઃ
ક્યારે અને કોણે કરીઃ 3-9-1963, બ્રહ્મ કુમાર ભટ્ટ
કારણઃ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના વધતા ભાવો, લાંચ રૂશ્વત અને ગુન્હાખોરી વગેરે બાબતે પરિણામઃ અવિશ્વાસની દરખાસ્તને ગૃહની અનુમતી ન મળી
ક્યારે અને કોણે કરીઃ 3-9-1963, ભાઇલાલ પટેલ
કારણઃ વહીવટી મોરચે નિષ્ફળતા
પરિણામઃ ગૃહમાં 32 વિરૂધ્ધ 101 મતે નામંજુર
ક્યારે અને કોણે કરીઃ 25-8-1964, ભાઇલાલ પટેલ
કારણઃ ખાદ્ય પદાર્થોની તંગી અને ભાવવધારો
પરિણામઃ ગૃહમાં 32 વિરૂધ્ધ 98 મતે નામંજુર
ક્યારે અને કોણે કરીઃ 16-2-1965, મનોહરસિંહ જાડેજા
પરિણામઃ મત પર મુકાતા સભાગૃહ દ્વારા નામંજુર
ક્યારે અને કોણે કરીઃ 15-9-1966, બીપીન ચંદ્ર ભટ્ટ
પરિણામઃ મત માટે મુકાતા સભાગૃહ દ્વારા નામંજુર
ક્યારે અને કોણે કરીઃ 25-8-1964, ભાઇલાલ પટેલ અને મનોહરસિંહ જાડેજા
પરિણામઃ 52 વિરૂધ્ધ 95 મતે નામંજુર
ક્યારે અને કોણે કરીઃ 17-3-1969, જયદિપસિંહ બારૈયા
પરિણામઃ 62 વિરૂધ્ધ 98 મતે નામંજુર
ક્યારે અને કોણે કરીઃ 28-8-1969, મનોહર સિંહ જાડેજા અને સનત મહેતા
પરિણામઃ પાછળથી અનુમતી માગવાની અનિચ્છા દર્શાવી
મનુભાઇ પાલખી વાળાએ ત્રીજી વિધાનસભામાં મંત્રી મંડળમાં અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જે ગૃહની પરવાનગી મળ્યા પહેલાં જ પરત ખેંચી લીધી હતી.
ક્યારે અને કોણે કરીઃ 3-12-1969, જયદિપ સિંહ બારીયા અને અન્ય સાત સભ્યો
પરિણામઃ 67 વિરૂધ્ધ 97 મતે નામંજુર
ફરી એક વાર જયદિપ સિંહ બારીયાએ મંત્રી મંડળમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી જે નામંજુર થઇ
ત્રીજી વિધાનસભામાં નરહરી લાલ પુરોહિત દ્વારા બે વાર મંત્રી મંડળમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી જે નામંજુર થઇ હતી.
ત્રીજી વિધાનસભામાં લીલાધર પટેલ અને મનોહરસિંહ જાડેજા દ્વારા મંત્રી મંડળમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી જે નામંજુર થઇ હતી.
ક્યારે અને કોણે કરીઃ 10-6-1970, એચ. એમ. પટેલ
પરિણામઃ સભાત્યાગના કારણે 91 વિરૂધ્ધ 0 મતથી નામંજુર
ક્યારે અને કોણે કરીઃ 31-3-1971, કાન્તી લાલ ઘીયા
પરિણામઃ ચર્ચાના દિવસે મંત્રી મંડળે રાજીનામુ આપતાં પરવાનગી મેળવવાનો પ્રશ્ન ઉભો થયો ન હતો
ક્યારે અને કોણે કરીઃ 14-11-1973, માણેકલાલ ગાંધી અને અન્ય 16 સભ્યો
પરિણામઃ મતદાન પર મુકાતા સભા ગૃહ દ્વારા નામંજુર
ક્યારે અને કોણે કરીઃ 23-3-1977, બાબુ ભાઇ પટેલ
પરિણામઃ સભા ત્યાગના કારણે 92 વિરુધ્ધ 0 મતે નામંજુર
પાંચમી વિધાનસભામાં માધવસિંહ સોલંકી, જસવંત મહેતા, પ્રતાપ શાહ અને ખોડીદાન ઝુલાએ મંત્રી મંડળમાં અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જે ત્રણ સભ્યોની સુચનાથી નામંજુર કરવામાં આવી હતી અને ખોડીદાસે પરત ખેંચી હતી
પાચમી વિધાનસભામાં માધવસિંહ સોલંકી અને હરીહર ખંભોળજા દ્રારા મંત્રી મંડળમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી. જેમાં માધવસિહની દરખાસ્ત નામંજુર થતાં હરીહર ખંભોળજાએ દરખાસ્ત પરત ખેચીં હતી.
ક્યારે અને કોણેઃ 28-12-1982, મકરંદ દેસાઇ, દલસુખ ગોધાણી અને કૃષ્ણવદન પચ્ચીકર
પરિણામઃ મત પર મુકાતાં અસ્વિકાર થયો હતો
ક્યારે અને કોણે કરીઃ 4-9-1991, સુરેશ મહેતા
પરિણામઃ મત પર મુકાતાં અસ્વિકાર થયો હતો
દસમી વિધાનસભમાં અમરસિંહ ચૌધરી દ્વારા મંત્રી મંડળમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી. જે અકાલીન હોઇ નામંજુર થઇ હતી.
ક્યારે અને કોણે કરીઃ 1-7-1998, અમરસિંહ ચૌધરી અને માનસિંહ ચૌહાણ
પરિણામઃ 54 વિરૂધ્ધ 117 મતે અસ્વિકાર
ક્યારે અને કોણે કરીઃ 3-10-2000, અમરસિંહ ચૌધરી
પરિણામઃ તે જ દિવસે ચર્ચામાં લેવાઈ અને અસ્વીકાર કરાયો
ક્યારે અને કોણે કરીઃ 10-9-2003, અમરસિંહ ચૌધરી
પરિણામઃ વિધાનસભાના નિયમ 106(4) મુજબ હાથ ધરી શકાઇ ન હતી
ક્યારે અને કોણે કરીઃ 18-9-2006, અર્જુન મોઢવાડીયા
પરિણામઃ નિયમ 106ની જોગવાઇ પ્રમાણે સમય ન હોવાથી ચર્ચા માટે હાથ ન ધરી શકાઇ