આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતથી સવાર પડી છે. પ્રહલાદનગર વિસ્તારમાં ખાનગી બસ અને બાઇક વચ્ચે હિટ એન્ડ રનની ઘટના ઘટનામાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઓવર સ્પીડમાં આવતી ખાનગી બસે બાઈકને ટક્કર મારી હતી, જેથી આ અકસ્માત સર્જાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ રાહુલ ટાવરના ચાર રસ્તા પાસે એક ખાનગી બસ ઓવર સ્પીડમાં આવી રહી હતી. આ બસ કોઈ ખાનગી કંપનીની હતી, જે સ્ટાફના પિક અફ ડ્રોપ માટે ઉપયોગમાં લેવાઈ રહી હતી. વહેલી સવારે આ રસ્તા પરથી પતિ પત્ની સહિત અન્ય જણ એક બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સ્પીડમા હંકારી રહેલા ખાનગી બસના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. 


આ પણ વાંચો : વાવાઝોડાના વિનાશમાંથી ક્યારે બેઠુ થશે અમરેલી, સૌથી વધુ નુકસાન માછીમારોને થયું 


ચાર રસ્તા પાસે ખાનગી બસના ડ્રાઈવેર બાઈકને અડફેટે લઈને તેને ધસેડ્યો હતો. જેથી બાઈક ચલાવનાર શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સાથે જ મહિલા પણ અકસ્માતમાં ઘવાઈ હતી. તેને 108 માં સારવાર દ્વારા હોસ્પિટલ લઈ જવાયો હતો. એક પ્રત્યક્ષદર્શીના કહ્યા મુજબ, ખાનગી બસ ઓવર સ્પીડમાં હતી અને ચાર રસ્તાથી બાઇકને અડફેટે લઇને ગાડીએ ધસેડ્યો હતો. 


આ પણ વાંચો : વાવાઝોડાથી ગીરના 18 સિંહો ગુમ થવા મુદ્દે વન વિભાગે આપ્યો આ ખુલાસો 



અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, આ ખાનગી બસ કયા કંપનીની તે હજી જાણવા મળ્યુ નથી. અકસ્માત બાદ બસનો ચાલક અને તેમાં સવાર ચારથી પાંચ જણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.