Hit And Run અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, રેતી ખનના કરતા માફિયાઓ આ હીટ એન્ડ રનમાં સામેલ હતા. રેતી ખનન કરતા માફિયાઓએ નિર્દોષનો ભોગ લીધો છે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં રેતી ભરવા મામલે વહેલી સવારે થયેલી માથાકૂટ આખરે મોતમાં પરિણમી હતી. રેતી માફિયાઓની અંગત અદાવતે નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો છે. રેતી ભરવા ગયેલા શખ્સને રેતી કેમ ભરી રહ્યા છો કહી તેમના વાહનને નુકસાન કરનાર દશરથ ઓડ એ ચાર લોકોને પોતાના વાહનથી ટક્કર મારી હતી. ચારમાંથી ઘટના સાથે જોડાયેલા ત્રણ શખ્સ હાલ સારવાર હેઠળ, મદદ માટે આવેલા એક નિર્દોષ વ્યક્તિનું મોત થયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવરાજ મહેતા હોસ્પિટલ નજીક આવેલા ચાર રસ્તા પાસે સવારે 4.30 વાગે જીપ દ્વારા ઈરાદાપૂર્વક ત્રણ લોકોને ટક્કર મારવામાં આવી હતી. ટક્કર મારનાર દશરથ ઓડ અને ઇજાગ્રસ્તો રેતી ખનન સાથે જોડાયેલા છે. વહેલી સવારે અકસ્માત થયાનું જોઈ અરવિંદ ચૌહાણ ઇજાગ્રસ્તોની મદદે આવ્યો હતો. ત્રણ શખ્સોને જીપથી ઉડાવ્યા બાદ મદદે આવનાર શખ્સને જોઈ આરોપી ફરી જીપ લઈ નિર્દોષ વ્યક્તિને મારવા આવ્યો, અને અરવિંદભાઈ પર જીપ ચઢાવી દીધી. મદદ કરવા આવેલા નિર્દોષ અરવિંદ ચૌહાણ પર દશરથ ઓડે જીપ ચઢાવી દીધી હતી. જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 


આ પણ વાંચો : 


ગુજરાતમાં ભડકે બળ્યા CNG ના ભાવ, Adani એ CNG માં વધારો ઝીંક્યો


અનામતનું કોકડું ઉકેલાયું, હવે ગુજરાતમાં આવી પંચાયતની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાશે


બાઈક પર સવાર 2 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. વાસણા પોલીસ દ્વારા પંચનામાનું કરી મર્ડરનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મૃતક અરવિંદ ચામુંડા નગરના રહેવાસી હતા. 


મૃતક અરવિંદના ભત્રીજાએ કહ્યું કે તેના કાકા સવારે ફુલ લઈને પરત આવ્યા હતા અને ચા પીવા જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે આવેલી ચાની કીટલી પર રોકાયા હતા, તેમને આ ઘટના જોઈ અને તેઓ મદદે ગયા. મૃતક અરવિંદ સાથે અન્ય એક વ્યક્તિ હીરાભાઈ પણ મદદે પહોંચ્યા હતા, સદનસીબે તેઓ બચી ગયા હતા. 


મૃતકના ભત્રીજા અને સ્થાનિક આગેવાને રેતી માફિયાઓનું આતંક હોવાની ઝી 24 કલાકને જણાવ્યું. તેમજ આરોપીને કડક સજા અપાય તેવી માંગ કરાઈ છે. 


સારવારમાં રહેલા વ્યકિતએ કહ્યું કે મૃતક અરવિંદભાઈ મદદે આવ્યા અને તેમણે 108ને ફોન કર્યો હતો, પરંતુ દશરથ ઓડ આ જોઈ જીપ લઈ પરત આવ્યો અને ફરી અમારી પર ગાડી ચઢાવી દીધી હતી.


આ પણ વાંચો : ગુજરાતના 5 સાંસદોને દિલ્હી બોલાવી ભાજપે બેસાડી રાખ્યા, 2 વાર મીટિંગ વિના રવાના કર્યા