રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :અંજાર તાલુકાના સિનુગ્રા ગામ નજીક મધરાત્રે સર્જાયેલાં હિટ એન્ડ રનનાં બનાવમાં અજાણ્યા વાહનચાલકે મોટર સાયકલ પર જતાં નવયુવાનોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બનાવે સમત્ર કચ્છને હચમચાવી નાખ્યું 
સિનુગ્રાના વીરેન્દ્ર ઊર્ફે વિનોદ નાનજી મહેશ્વરી (ઉ.વ.24), નીતિન મહેશ્વરી (ઉ.વ.અંદાજે 18) અને અશ્વિન મહેશ્વરી (ઉ.વ.18) નામના યુવકો ખેડોઈ તરફ જઈ રહ્યા હતા. ત્રણેય જણાં GJ-12 BE-1814 નંબરની મોટર સાયકલ પર મધરાત્રે સવા બાર વાગ્યાના ગામની નજીક હાઈવે હોટેલ પર ચા પીવા જતા હતા. તે સમયે અંજાર-મુંદ્રા હાઈવે પર ચાંપલ માતાના મંદિર નજીક અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી. જેમાં ઘટનાસ્થળે જ નીતિન અને અશ્વિનના મોત નિપજ્યાં હતા. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલાં વીરેન્દ્રને 108 એમ્બ્યુલન્સ મારફતે અંજાર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલમાં વીરેન્દ્રનું પણ મોત નિપજ્યું હતું.


ચર્ચાના ચગડોળે ચઢી ડાંગની આ ઘટના, મોડી રાત્રે પાછળનો દરવાજો ખોલી યુવકે મહિલા સાથે કર્યું...


પરિવારે યુવકની લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો 
મધરાત્રે રેફરલ હોસ્પિટલમાં વીરેન્દ્રને સમયસર સારવાર ના મળતાં તેનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો છે. હોસ્પિટલમાં પચાસ ટકાથી વધુ તબીબો અને સ્ટાફની ઘટ છે. જ્યાં સુધી તબીબોની ઘટ પૂરવા લેખિત બાંહેધરી ના મળે ત્યાં સુધી વીરેન્દ્ર સહિત ત્રણેય યુવકોની લાશને ન સ્વીકારવાનો પરિવારજનોએ નિર્ણય કર્યો. જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તો બીજી તરફ, એક સાથે ત્રણ યુવાનોના મોતથી સિનુગ્રા વિસ્તારમાં દુખની લાગણી છવાઈ ગઈ છે. તો અકસ્માતની જાણ થતા જ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં સિનુગ્રા વિસ્તારના લોકો એકઠા થયા હતા. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV