મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં એક તરફ પોલીસ લોકોને ટ્રાફિકના નિયમો સમજાવા કડક કાયદાઓ બનાવી રહી છે, અને લોકોને ટ્રાફિકની સમસ્યથી રાહત મળે તેવા પ્રયત્નો કરી રહી છે. જ્યારે રવિવારે મોડી રાત્રે અમદાવાદના સૌથી વ્યસ્ત રોડ ગણાતા એસ.જી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોડી રાત્રે એસ.જી હાઇવે પર એક દંપતિ બાઇક પર જઇ રહ્યું હતું ત્યારે એક કાર ચાલકે ટક્કર મારી હતી. 


અકસ્માતમાં એક મહિલાનું મોત 
એસજી હાઇવે પર બનેલી અકસ્માતની ઘટનામાં એક દંપતિને કાર ચાલકે અડફેટે લીધા હતી. અકસ્માતથી ઘટના સ્થળે જ મહિલાનું મોત થયું હતું જ્યારે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત પોલીસકર્મીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી લેવા અંગેની તજવીજ હાથ ધરી છે.