ચેતન પટેલ/સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરામસુખ સોસાયટીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. કારચાલકે 3 વ્યક્તિને અડફેટે લેતાં સામાન્ય ઇજા થઇ છે. ઘટના બાદ કારચાલક કાર છોડીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસે કારનો કબજો લઇને પોલીસ મથકે પહોંચતી કરી હતી. પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરામસુખ ગુરુકુળ સોસાયટી પાસે એક બેકાબૂ કારને લીધે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ઘટનામાં દેખાઇ રહ્યું છે કે એક બજારમાં એક શાકભાજીના થેલા પર કેટલીક મહિલાઓ શાકભાજી ખરીદી રહી હતી, આ દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવતી એક કાર તેમના પર ફરી વળે છે. થોડીવાર તો લોકોને ન સમજાયું કે શું થયું, બાદમાં કેટલાક પુરુષોએ કાચ નીચે દટાયેલી મહિલાઓને બહાર કાઢવાનું શરૂ કર્યું. ઘટનામાં સદનસીબે કોઇ જાન હાની નથી થઇ પરંતુ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.


[[{"fid":"195747","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Surat-Accident-2","field_file_image_title_text[und][0][value]":"Surat-Accident-2"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Surat-Accident-2","field_file_image_title_text[und][0][value]":"Surat-Accident-2"}},"link_text":false,"attributes":{"alt":"Surat-Accident-2","title":"Surat-Accident-2","class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો...અમદાવાદ: બુટલેગરે પૂર્વ પત્નીની ભાભી પર પ્રિપ્લાન યોજી કર્યો એસિડ એટેક


પુપ પાટ ઝડપે આવેલ કારનો ડ્રાયવર અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. જો કે સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો, બાદમાં અકસ્માત સર્જનાર કારનો કબજો લઇ તેના માલિક સામે ફરિયાદ નોંધીવા સહિતની તપાસ હાથ ધરી હતી.