જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ગોધરામાં હિટ એન્ડ રન (hit and run) ની ઘટનામાં ત્રણ શખ્સોને મોત નિપજ્યાં છે. ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે ઉપર કાર અને ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગોધરા નવા બહારપુરા વિસ્તારના ત્રણ બાઈક સવાર યુવકોના મોત નિપજ્યાં છે. રાત્રિના સમયે ત્રણેય શખ્સો બાઈક લઈ આંટો મારવા નીકળ્યા હતા, જ્યારે આ હાઈવેએ તેમનો ભોગ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરાના એક જ ફળિયામાં રહેતા ત્રણ શખ્સો રાત્રિના સમયે બાઈક પર આંટો મારવા નીકળ્યા હતા. ત્રણેય એક જ બાઈક પર સવાર હતા. ત્યારે દાહોદ ગોધરા હાઈવે પર એક કારે તેમની બાઈકને ટક્કર મારી હતી. જેમાં ત્રણેય શખ્સોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ત્રણેયના મોત બાદ પોલીસ તથા એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન હતી. તેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. 


આ પણ વાંચો : ગુજરાતમાં આખરે રદ કરાઈ બોર્ડની ધોરણ-12ની પરીક્ષા


યોગ્ય સમયે એમ્બ્યુલન્સ અને પોલીસ સહિતની મદદ સમયસર નહિ મળવા સહિતના આક્ષેપો લોકોએ કર્યા હતા. આ આક્ષેપોને લઈ મોડી રાત્રે મૃતકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોક ટોળા કલેક્ટર કચેરીએ જમા થયા હતા. આક્ષેપો સાથે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં લાશનો સ્વીકાર નહિ કરી ધરણા પર બેઠા હતા. ત્યારે મોડી રાત્રે ડીવાયએસપીએ જઈ સમજવટ કરી મામલો પાડ્યો થાળે પાડ્યો હતો. 


તો બીજી તરફ, જે કારે બાઈકને ટક્કર મારી તે કારમાં બે કાચના ગ્લાસ જોવા મળ્યા હતા. ત્યારે મૃતકના સ્વજનોએ કાર સવાર નશામાં હોવાના આક્ષેપો કર્યા છે. કારમાં સવાર વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી છે.