અમદાવાદઃ ગુજરાતમાં હજુ માર્ચ મહિનો પૂરો પણ થયો નથી ત્યાં આકરો તાપ પડવાનું શરૂ થઈ ગયું છે. શુક્રવારે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો અને યલો એલર્ટ જાહેર કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે હવામાન વિભાગ દ્વારા લોકોને કામ વગર બપોરે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ લોકોને ઠંડા પીણા અને પાણીનું વધુને વધુ સેવન કરવા પણ હવામાન વિભાગ દ્વારા વિનંતી કરાઈ છે. 


રાજ્યમાં અંગદઝાડતી ગરમીની શરૂઆત થતાં જ લોકો દ્રાહિમામ પોકારી ગયા છે. શુક્રવારે અમદેવાદમાં પારો 40 ડિગ્રી રહ્યો હતો. અમરેલીમાં 41.5 ડિગ્રીનું તાપમાન રહ્યું હતું. જ્યારે રાજધાની ગાંધીનગરમાં રાજ્યનું સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 


લોકસભા ચૂંટણી 2019 : વડોદરામાં મુખ્યમંત્રી રૂપાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ


આગામી 48 કલાકમાં હીટ વેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા શહેર અને સૌરાષ્ટ્રના કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ગરમીની સૌથી વધુ અસર નોંધાઈ શકે છે. આથી, લોકોએ ગરમીથી બચવા માટે બની શકે ત્યાં સુધી બપોરે બહાર ન નિકળવું. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...