સંજય ટાંક / અમદાવાદ: એચઆઈવી ગ્રસ્ત લોકો સ્વમાન ભેર જીવી શકે તે માટે જીએસએનપી પ્લસ નામની સંસ્થા કામ કરી રહી છે. ત્યારે હવે આવા લોકો પોતાના જીવનસાથીને પસંદ કરી તેની સાથે લગ્નજીવન ગુજારી શકે તેવી અનોખી પહેલ જીએસએનપી પ્લસ સંસ્થાએ અમદાવાદ આઈઆઈએમ સાથે મળીને મેટ્રોમોનીયલ પોર્ટલ શરુ કરીને કરી છે. એચઆઈવી પોઝીટીવ લોકો માટેનું મેરેજ વેબ પોર્ટલ સમગ્ર વિશ્વમાં પહેલું હોવાનો આ સંસ્થાનો દાવો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે એચઆઈવી પોઝીટીવ નામ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિ ઘડીભર વિચારતો જાય છે. જો કે સુરતની જીએસએનપી પ્લસ નામની સંસ્થા આવા એચઆઈવી ગ્રસ્ત લોકોને સ્વમાનભેર જીવવા સહારો આપી રહી છે. ત્યારે આ સંસ્થાએ આવા એચઆઈવી ગ્રસ્ત લોકો લગ્ન કરીને સાંસારીક જીવન વિતાવી શકે તે માટે એક મેરેજ વેબ પોર્ટલ matrimonial.gsnpplus.org શરુ કર્યું છે. અને આ વેબ પોર્ટલ તૈયાર કરવામાં આ સંસ્થાને અમદાવાદ આઈઆઈએમનો સાથ મળ્યો છે.


[[{"fid":"179963","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સમગ્ર દેશમાં 16 લાખથી વધુ એચઆઈવી પોઝીટીવ લોકો જ્યારે ગુજરાતમાં 68 હજાર જેટલા એચઆઈવી પોઝીટીવ લોકો નોંધાયેલા છે. ત્યારે જીએસએનપી પ્લસ સંસ્થાએ 2006 પછી આવા દર્દીઓને જીવન સાથીની હુંફ મળે તેવા પણ પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં અત્યાર સુધીમાં 1900 જેટલા લોકો રજીસ્ટર્ડ થયા છે. અને 245 એચઆઈવી પોઝીટીવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. હવે માત્ર ગુજરાત અને દેશ જ નહિ વિદેશમાંથી પણ એચઆઈવી પોઝીટીવ લોકો પોતાના જીવનસાથીની પસંદગી આ વેબ પોર્ટલ પરથી કરી શકશે.


એચઆઈવી એટલે એટલે પૂર્ણવિરામ નહિ પરંતુ અલ્પ વિરામ છે અને યોગ્ય સારવાર અને સરકાર દ્વારા અપાતી દવાઓ લઈને સામાન્ય લોકોની જેમ જિંદગી જીવી શકાય છે. ત્યારે આવા એચઆઈવી પોઝીટીવ લોકો પોતાના જીવન સાથી હુંફ મળે તેવા ઉમદા હેતુથી આ સંસ્થાએ આ વેબપોર્ટલ શરુ કર્યુ છે.