જામનગર : જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકમાં આજરોજ અસત્ય પર સત્યના વિજયના મહાપર્વ હોલિકા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. છેલ્લાં બે વર્ષથી કોરોના કાળને કારણે સરકારી નિયંત્રણોને કારણે હોળી - ધૂળેટીની ઉજવણી ફીક્કી રહી હતી. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા છૂટછાટો આપવામાં આવી હોય. છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં આજે હોલિકા દહનને લઈને ઠેર ઠેર તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ફરી એકવાર DSLR અને KTM વાળા યુવકનાં પ્રેમમાં પડીને પછી બંન્નેએ હોટલમાં જઇને ધમાચકડી મચાવી પણ પછી...


જામનગર શહેરના અનેક વિસ્તારોમાં આજે સાર્વજનિક હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શહેરમાં 65 વર્ષથી વધુ સમયથી ભોઈ જ્ઞાતિ દ્વારા યોજાતા હોલિકા દહન મહોત્સવનું અનેરું આકર્ષણ હોય છે. ભોઇ વાડામાં 25 ફૂટ ઉંચુ હોલિકાનું પૂતળુ તૈયાર કરવામાં આવ્યું છે. આ હોલિકાનાં પૂતળાનું આજે વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું હતું. દરમ્યાન વોર્ડ 10 ના સ્થાનિક કોર્પોરેટર પાર્થ જેઠવાએ કરતબ દેખાડી બિલાકડી ફેરવતા ઉપસ્થિત સૌ લોકો મંત્ર મુગ્ધ થઈ ગયા હતા.


ગુજરાતની સરકારી શાળાના બાળકો હવે કડકડાટ અંગ્રેજી બોલશે, સરકારે લીધો મહત્વનો નિર્ણય


શહેરના રણજીતનગર, પટેલ કોલોની, રામેશ્વરનગર, ભાનુશાળી વાડ, લીમડાલાઈન, નવાગામ ઘેડ, ખોડિયાર કોલોની, ગુલાબનગર સહિતના અનેકવિધ વિસ્તારોમાં ઠેર ઠેર હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. હોલિકા દહનને લઇ હોળીના પ્રસાદ એવા ધાણી દારિયા, પતાશા, નાળિયેર સહિતની ચીજવસ્તુઓના વેચાણ માટે સ્ટોર ઉભા થયા છે. શહેરમાં લગભગ 400 થી વધુ સ્થળોએ હોલિકા દહન મહોત્સવનું ભક્તિભાવ પૂર્વક આયોજન થયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube