રાજુ રૂપારેલિયા/દ્વારકા : આગામી નવ અને દસ તારીખ દરમ્યાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા જગત મંદિરમાં આવવાના હોય મંદિર પ્રશાસન તરફથી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી દસ તારીખમાં રોજ જગત મંદિર માં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ દેવસ્થાન સમિતિ દ્વારા હાથ ધરાઇ છે. જેમાં મંદિરમાં આવતા લાખો પદયાત્રીઓ દર્શનાર્થીઓ શાંતિ પૂર્વક દર્શન કરી શકે તે માટે જગત મંદિરના પ્રાંગણમાં જ મંડવાઓ અને મંદિરમાં બેરીકેડ્સ સહિત વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર: કોરોના વાયરસના ટેસ્ટ માટે લેબોરેટરીની મંજૂરી, તંત્ર લડી લેવા માટે સજ્જ
પાલિકા દ્વારા પણ ધંધાર્થીઓ માટે વિવિધ સ્ટોલ ફાળવી આપવામાં આવ્યા છે, તો કલેકટર બોલાવેલી મીટીંગ મુજબ જિલ્લા વહીવટી તંત્ર પણ દ્વારકા આવતા પદયાત્રીઓ માટે કામે લાગી ગયું છે. ફૂલડોળ ઉત્સવ દસ માર્ચમાં રોજ બપોરે બે વાગ્યા દરમ્યાન મંદિરમાં યોજાશે. જેમાં લાખો લોકો હોળીના દિવસે રંગે રમશે. આ માટે સમગ્ર દ્વારકા અને મંદિર પ્રશાસન દ્વારા આગવી તૈયારીઓનો આખરી ઓપ અપાઈ ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube