* યુવક તેના બનેવીને લેવા રેલવે સ્ટેશન ગયો હતો
* કરફ્યુ માં બહાર નિકળનાર ને હોમગાર્ડ જવાનોએ ખનખેરી લીધા
* ઓનલાઈન પેમેન્ટ મંગાવી એટીએમમાંથી કઢાવી લીધા નવ હજાર રૂપિયા
* હોમગાર્ડ જવાનોએ પોલીસની ઓળખ આપી યુવકને માર પણ માર્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય રંજન/અમદાવાદ : કરફ્યુમાં બહાર નિકળનારને રોકી તેની પાસે બળજબરીથી નવ હજાર પડાવી લેનાર તોડબાજ હોમગાર્ડ જવાનો ઇસનપુર પોલીસના હાથે ઝડપાયા છે. આરોપીઓએ ખાખી કપડાંની આડમાં પોલીસ તરીકેનો રોફ મારી પૈસા પડાવ્યા હતા. જો કે પાપ આખરે પીપળે ચડીને પોકાર્યું હતું. સમગ્ર બાબત બહાર આવ્યા બાદ પોલીસે આ હોમગાર્ડની ધરપકડ કરી હતી. 


મરી જા, નહી તો હું મારી નાખીશ, લબર મુછીયાએ ધમકી આપી અને સગીરાએ આત્મહત્યા કરી, પછી થયો ઘટસ્ફોટ


તસ્વીરમાં રહેલા આ ત્રણ શખસોના નામ છે સુનિલ વાઘેલા, આકાશ મોરે અને અક્ષય. આ શખ્સો હોમગાર્ડ જવાન છે. જો કે નાઈટ ડ્યુટી દરમિયાન કરે છે તોડબાજી. વટવાનો એક યુવક વહેલી સવારે ચાર વાગ્યે તેના બનેવીને લેવા રેલવે સ્ટેશન ગયો હતો. બનેવીને કરફ્યુને કારણે રીક્ષા કે કેબ ન મળતા આ યુવક લેવા ગયો હતો. જો કે આવ્યો ત્યારે હોમગાર્ડ જવાનોએ યુવકને રોક્યો અને વાતચીત કરી તેને માર પણ માર્યો અને નવ હજાર પડાવી લીધા હતા. ખોટા કેસમાં ફસાવી જેલ કરાવવાની પણ ધમકી પણ આપી હતી.


સાસુએ પૈસા માંગ્યા જમાઇએ નહી આપતા વહુએ સાણસી મારી,થયું એવું કે બાળક રઝળી પડ્યું


પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભોગ બનનાર યુવક પાસે પૈસા નહોતા તો આરોપીઓએ તેના મિત્ર પાસેથી પૈસા ઓનલાઇન માધ્યમ દ્વારા મંગાવ્યા અને એટીએમમાંથી ઉપાડીને 9 હજારનો તોડ કર્યો હતો. જોકે તેના મિત્ર પાસે પૈસા નહોતા તો તેના બનેવીના એકાઉન્ટમાં પૈસા હોવાનું જાણી હોમગાર્ડ જવાનોએ યુવકને માર માર્યો. બાદમાં એટીએમ સેન્ટર પર લઈ જઈ નવ હજાર પડાવી લીધા હતા. હાલ તો ત્રણેય તોડબાજ હોમગાર્ડ જવાનોની ધરપકડ કરી અગાઉ અન્ય લોકોને લૂંટયા છે કે કેમ તે બાબતે રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. જો કે પોલીસ ઇન્સપેક્ટરે અપીલ કરી છે કે, આવી બાબતે પૈસા આપવાનું તો ટાળવું જ જોઇએ પરંતુ સાથે સાથે તે પોલીસ જવાન છે કે હોમગાર્ડ તે બાબતે પણ નાગરિકોએ ખરાઇ કરવી જોઇએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube