પતંગ ચગાવવા અમિત શાહ વેજલપુરના ધાબે પહોંચ્યા, કાર્યકર્તાઓ સાથે મનાવી ઉત્તરાયણ
Amit Shah Makarsankranti Celebration : ઉત્તરાયણ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં... જગન્નાથ મંદિરમાં પહોંચી ભગવાનની પૂજા-અર્ચના કરી... તો સાંજે કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી કરશે ઉજવણી
Ahmedabad Uttarayan 2024 : આજે દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. શાહે વેજલપુરમાં ધારારભ્યો અને નેતઓની હાજરીમાં પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ ઉજવણીમાં ત્રણ અમિત એકસાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ ધાબા પર પહોંચે તે પહેલા બાળકોને પતંગ, ચીકી સહિતની સામગ્રીઓ વહેંચી હતી. અમિત શાહને જોવા માટે વેજલપુરની અગાશીઓમાં ટોળા જામ્યા હતા.
Today Weather Update : ઠંડીનું ઠુઠવાયુ અડધુ ગુજરાત, 24 કલાક બાદ કાતિલ ઠંડીની આગાહી
મનસુખ વસાવાએ પરિવાર સાથે ઉજવી ઉત્તરાયણ
૬ ટર્મ થી સતત ભાજપમાં સાંસદ બનતા આવેલ સંસદ મનસુખ વસાવા દર વર્ષે પોતાના પરિવાર સાથે ઘરના ધાબા પરથી જ પતંગ ચગાવે છે. આજે તેઓએ રાજકીય પતંગ અને પેચની વાત કરી સતત ૬ ટર્મથી જીતતા આવતા સંસદે સાતમી ટમમાં પણ ભાજપની જીત નિશ્ચિત છે તેવો દાવો કર્યો છે. કેમકે વિપક્ષ ગમે તેટલી દોરી અને ગુચ નાંખે પરંતુ અમારી પાસે શુદ્ધ ભારતીય દોરો છે અને તેથી અમારી જીત નક્કી છે. તમામ બેઠકો ભાજપને મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી જ વડાપ્રધાન બિરાજશે
સ્કૂલ પિકનિકમાં વિદ્યાર્થીનીનું મોત : સૂરજ ફન વર્લ્ડની વોટર સ્લાઈડના દોરડામાં ફસાયો
જુનાગઢના ઉપરકોટ કિલ્લા પર પહેલીવાર ઉત્તરાયણ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે પહેલીવાર ઉમંગ અને ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરાઈ હતી. મનપા દ્વારા આયોજિત પતંગ ઉત્સવમાં પતંગ રસીકોએ મન ભરીને પતંગ ચગાવી હતી. સંગીતના તાલે અને "એ કાપ્યો છે" ના નાદ સાથે ઉપરકોટના કિલ્લા ખાતે એક અનેરો માહોલ જોવા મળ્યો હતો. આ તકે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ પતંગ ચગાવી હતી. સંજય કોરડીયાએ નગરજનોને મકરસંક્રાંતિના પર્વની શુભેચ્છા પાઠવી હતી. પતંગ ચગાવ્યા બાદ નગરજનો સાથે ગરબાના તાલે ઘૂમતા પણ ઉપરકોટ કિલ્લા ખાતે જોવા મળ્યા હતા. ઉપરકોટ કિલ્લા ખાતે પ્રથમ વખત પતંગ ઉત્સવનું આયોજન કરાયું.
કિંગ ઓફ સાળંગપુરને મકરસંક્રાંતિનો વિશેષ શણગાર કરાયો : દાદાની આસપાસ મૂકાઈ પતંગો