• કોલવડા આયુર્વેદિક ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 280 લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. રૂપિયા 55 લાખના ખર્ચે થયેલા ઓક્સિજન પ્લાન્ટ 200 કોરોના પોઝિટિવ દર્દીઓને લાભ મળશે


હિતલ પારેખ/ગાંધીનગર :આજે ગાંધીનગરવાસીઓની ઓક્સિજનની સમસ્યા (oxygen shortage) પણ દૂર થઈ છે. ગાંધીનગરની કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) ના હસ્તે આજે શુભઆરંભ કરાયું છે. કોલવડા આયુર્વેદિક ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 280 લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. રૂપિયા 55 લાખના ખર્ચે થયેલા ઓક્સિજન પ્લાન્ટ 200 કોરોના પોઝિટિવ દર્દીઓને લાભ મળશે. સાથે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પર કોરોના દર્દીઓના ભારણને પણ હળવું કરી શકાશે. 


અમદાવાદ બાદ ગુજરાતના આ શહેરમાં ખૂલશે 1200 બેડની કોવિડ હોસ્પિટલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્ટર આખેઆખુ દર્દીઓથી ભરાઈ જશે તો પણ અહી ઓક્સિજન સપ્લાય નહિ ખૂટે
ત્યારે આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, કોલવડા (gandhinagar) ખાતે આજે કોલવડા ખાતે 200થી વધુ દર્દીઓ સારવાર લઈ શકે એ માટે હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. અત્યારે 66 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોવાના કારણે ઓક્સિજનનું ઉત્પાદન બીજા રાજ્યોની સરખામણીમાં વધુ છે. આથી ગુજરાતે પોતાની જગ્યા કરતા જરૂરીયાત કરતા વધારાનો ઓક્સિજન બીજા રાજ્યોને મોકલવાનો પ્રયાસ કર્યો છે. કોલવડાની હોસ્પિટલમાં આજે નવા ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરાયું છે. જેમાં 280 લિટર ઓક્સિજનનું ઉત્પાદન પ્રતિ મિનિટ થશે. આ દર્દીઓને ઓક્સિજન મળી રહે એવી પુરતી વ્યવસ્થા (gujarat corona crises) છે. કોવિડ સેન્ટર આખેઆખુ દર્દીઓથી ભરાઈ જશે તો પણ અહી ઓક્સિજન સપ્લાય નહિ ખૂટે. તેમજ અન્ય મોટા ગેસ સિલિન્ડર પણ અવેજીમાં રાખ્યા છે, જેથી કોઈ કારણોસર આ પુરવઠો ખોરવાય તો જાનહાનિ ટાળી શકાય. 


માસુમ બાળકીને જોઈ મહિલા પીએસઆઈની માનવતા છલકાઈ, આપી દીકરી જેવી હૂંફ  



ગુજરાતમા ઓક્સિજન વ્યવસ્થા વધુ મજબૂત બનશે 
તેમણે વધુમાં કહ્યું કે, પીએમ કેર ફંડથી આવા ઓક્સિજન પ્લાન્ટ દેશભરમાં ઉભા કરાશે. ગુજરાતમાં પણ 11 પ્લાન્ટ ઉભા કરવાની મંજૂરી મળી છે. જેથી ગુજરાતમાં ઓક્સિજનની વ્યવસ્થા વધુ મજબૂત બનશે. વધુ ઓક્સિજન નાના રાજ્યોને આપી શકીશું. ટાટા કન્સ્ટ્રક્શન (tata construction) તરફથી પણ ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ ઊભી થવાની છે એ પણ સારી બાબત છે અને એ દિશામાં આગળ વધી રહ્યા છે.