ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ આજકાલમાં ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ આજથી 4 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે સાંજે 7 વાગે અમિત શાહ ગુજરાત પહોંચશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગૃહમંત્રી અમિત શાહ મોરબીના પીડિતોની મુલાકાત લેશે. જ્યાં તેઓ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછશે. એટલું જ નહીં, આવતીકાલથી 3 દિવસ ભાજપની સંકલન બેઠકમાં પણ અમિત શાહ હાજર રહેશે અને ઉમેદવારોના મંથનમાં અમિત શાહ હાજર રહેશે. આવતીકાલથી કમલમ પર જિલ્લા વાર સંકલન બેઠકો યોજાશે. ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં તબક્કાવાર બેઠકો યોજાશે.


નોંધનીય છે કે, હવે ચૂંટણીના વર્ષમાં અમિત શાહ સિવાય ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. 3જી તારીખે તેઓ સંકલન બેઠકમાં પણ ભાગ લેશે. કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તેઓ પ્રદેશ હોદ્દેદારો સાથે પણ આજે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપની નબળી બેઠકો અંગે મંથન થશે. 


આ પણ જુઓ વીડિયો:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube