અમિત શાહના બહેનનું નિધન : ગૃહમંત્રીના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા
![અમિત શાહના બહેનનું નિધન : ગૃહમંત્રીના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા અમિત શાહના બહેનનું નિધન : ગૃહમંત્રીના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2024/01/15/521345-amitshahzee.jpg?itok=pTuckiHL)
Amit Shah Sister Passed Away : ગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધન... રાજેશ્વરીબેન લાંબા સમયથી બીમાર હતા, આજના શાહના તમામ કાર્યક્રમો રદ
Ahmedabad News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બહેન રાજેશ્વરીબેનનું આજે નિધન થયું છે. આ કારણસર આજના ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અમિત શાહના બહેનનું અવસાન થવાના કારણે આ કાર્યક્રમો કેન્સલ કરાયા છે. અમિત શાહના બહેન રાજેશ્વરીબેન અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર હેઠળ હતા. આ કારણો સર અમિત શાહના આજે બનાસકાંઠા અને રક્ષા યુનિવર્સીટી ખાતેના કાર્યક્રમમં તેઓ હાજરી નહિ આપે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં બેનનું આજ રોજ નિધન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યાં હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ ઉત્તરાયણને કારણે ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, પરંતુ એકાએક બેનના નિધન થવાના સમાચાર પ્રાપ્ત થતાં તેમણે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર દારૂથી મોતકાંડમાં FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો : આ લઠ્ઠાકાંડ છે કે નહિ!
અરવલ્લીના આદિવાસીઓએ ઉત્તરાયણ પર દેવચકલી ઉડાવી, અનોખી પરંપરાથી કાઢ્યો વરતારો
કચ્છના અંજારના સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના : ભઠ્ઠી ઉભરાઈ જતા 6 મજૂર જીવતાં સળગ્યા